પાકિસ્તાનની યજમાનીમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો 19મી ફેબ્રુઆરીથી પ્રારંભ થઇ રહ્યો છે.
આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલના આધારે રમાશે જેમાં ભારત પોતાની તમામ મેચો દુબઇમાં રમાશે. ભારતીય ટીમની પ્રથમ બેચ શનિવારે દુબઇ પહોંચી ગઇ છે. આ બેચમાં સુકાની રોહિત શર્મા ઉપરાંત હેડ કોચ ગૌતમ ગંભીર અને સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી સામેલ છે. તાજેતરમાં બોર્ડે કેટલીક ચોક્કસ ગાઈડલાઇન આપી હોવા છતાં રોહિત શર્મા પોતાની પર્સનલ કાર સાથે મુંબઇ એરપોર્ટ ઉપર પહોંચ્યો હતો. દુબઇ રવાના થયેલા ખેલાડીઓમાં વોશિંગ્ટન સુંદર, ઉપસુકાની શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા, બોલિંગ કોચ મોર્ને મોર્કેલ, લોકેશ રાહુલ, અર્શદીપ સિંહ, શ્રોયસ ઐયર, બેટિંગ કોચ સિતાંશુ કોટક, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અક્ષર પટેલ, રિષભ પંત તથા કુલદીપ યાદવ સહિત કેટલોક સહાયક સ્ટાફ સામેલ છે.


