- ભારતીય ટીમ તેના આગામી સિરીઝ માટે સાઉથ આફ્રિકા રવાના
- ભારતની ‘A’ ટીમ સહિત કુલ 47 ખેલાડીઓ આફ્રિકા જશે
- વિરાટ અને રોહિત ઈન્ટ્રા-સ્કવોડ મેચ પહેલા ટીમ સાથે જોડાશે
ભારતીય ટીમ તેના આગામી સિરીઝ માટે સાઉથ આફ્રિકા રવાના થઈ ગઈ છે. 10મી ડિસેમ્બરથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-20 સિરીઝથી મેચની શરૂઆત થશે. આ પછી વનડે અને ટેસ્ટ શ્રેણી રમાશે. હવે ટીમ ઈન્ડિયાની પ્રથમ બેચ સાઉથ આફ્રિકા માટે રવાના થઈ ગઈ છે, જેમાં ટી-20 ટીમના મોટાભાગના ખેલાડીઓ હાજર છે.
વિરાટ કોહલી અને રોહિત શર્મા ટેસ્ટ ટીમનો ભાગ હતા, તેઓ આ બેચનો ભાગ નથી. આ સિવાય આ બેચમાં એવા ખેલાડીઓ પણ છે જે ત્રણેય ફોર્મેટની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે, જેમાં રૂતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર અને શ્રેયસ ઐયરનો સમાવેશ થાય છે. આ સિવાય ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને રાહુલ દ્રવિડના નેતૃત્વમાં કોચિંગ સ્ટાફ બેચમાં હાજર છે. ભારતીય ખેલાડીઓએ બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.
47 ખેલાડીઓ આફ્રિકા પ્રવાસ માટે જશે
ભારતની ‘A’ ટીમ સહિત કુલ 47 ખેલાડીઓ આફ્રિકા પ્રવાસ માટે જશે. તે જ સમયે, ભારતની કમાન સંભાળનાર સૂર્યકુમાર યાદવ T20 સિરીઝ પછી સ્વદેશ પરત ફરશે.આ સિવાય વિરાટ કોહલી અને રોહિત શર્મા 20 થી 22 ડિસેમ્બર વચ્ચે રમાનારી ઈન્ટ્રા-સ્કવોડ મેચ પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20 સિરીઝ રમી હતી, જેમાં લગભગ તમામ વરિષ્ઠ ખેલાડીઓએ આરામ અપાયો હતો અને સૂર્યકુમાર યાદવે ટીમની કમાન સંભાળી હતી.
સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતની ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, શમી, જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.
સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતની ODI ટીમ
રૂતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચહર.
સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતની T20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા (વિકેટકીપર) કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચાહર.


