By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    20 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IND vs AFG: દિલ ધડક ડબલ સુપર ઓવર મેચમાં ભારતની શાનદાર જીત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IND vs AFG: દિલ ધડક ડબલ સુપર ઓવર મેચમાં ભારતની શાનદાર જીત

agragujaratnews
Last updated: 2024/01/18 at 10:48 AM
2 years ago
Share
IND vs AFG: દિલ ધડક ડબલ સુપર ઓવર મેચમાં ભારતની શાનદાર જીત
SHARE

  • ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી T20
  • બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
  • ભારતે પ્રથમ બે મેચ જીતી સિરીઝ પર કબજો જમાવ્યો

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી T20 મેચ રમાશે. આ મેચ બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર 7 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમે મોહાલી અને ઈન્દોરમાં મેચ જીતીને સિરીઝ પર કબજો જમાવ્યો છે. હવે ભારતીય ટીમની નજર સિરીઝમાં ક્લીન સ્વીપ તરફ રહેશે. અફઘાનિસ્તાનની ટીમ અગાઉની બે મેચ ભુલીને નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરીને વધુ સારૂં પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ આજે બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં બે સુપર ઓવર જોવા મળી હતી. મેચમાં પ્રથમ સુપર ઓવર પણ ટાઈ રહી હતી. જે બાદ મેચનું પરિણામ નક્કી કરવા માટે બીજી સુપર ઓવર કરવામાં આવી હતી. જેમાં ભારતીય ટીમનો વિજય થયો હતો. બીજા સુપર ઓવરમાં રવિ બિશ્નોઈએ શાનદાર બોલિંગ કરી હતી. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ સિરીઝ 3-0થી કબજે કરી લીધી છે.

બીજી સુપર ઓવર શરૂ

અફઘાનિસ્તાન

રવિ બિશ્નોઇના ત્રીજા બોલ પર રહેમનુલ્લા ગુરબાઝ રિંકુ સિંહને કેચ આપી બેઠો હતો. આ દિલધડક મેચમાં ભારતની જીત થઇ છે.  

રવિ બિશ્નોઇના પ્રથમ બોલ પર મોહમ્મદ નબી રિંકુ સિંહના હાથે કેચ આઉટ થયો છે. અફઘાનિસ્તાનનો કરીમ જનાત બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યો છે.

અફઘાનિસ્તાનના ગુરબાઝ અને નબી ક્રિઝ પર આવ્યા છે. ભારત તરફથી સ્પિનર રવિ બિશ્નોઇ સુપર ઓવર નાખશે.

ભારત

બીજી સુપર ઓવરમાં ભારતે અફઘાનિસ્તાનને આપ્યું 12 રનનું લક્ષ્ય.

ભારતને ઝટકો, રિંકુ સિંહ થયો આઉટ

રોહિત શર્માએ ભારત તરફથી કરી સિક્સ સાથે શરૂઆત.

ભારતની સુપર ઓવર

ભારતે 16 રન બનાવ્યા છે આ સાથે બીજીવાર મેચ ટાઇ થઇ છે. 

સુપર ઓવરમાં યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ભારત માટે ઓપનિંગ કરશે. અફઘાનિસ્તાન તરફથી ઓમરઝાઇ બોલિંગ કરશે.

અફઘાનિસ્તાન સુપર ઓવર

સુપર ઓવર પુરી, અફઘાનિસ્તાને ભારતને 17 રનનું લક્ષ્ય આપ્યું છે. ભારતે જીતવા માટે 6 બોલમાં આ ટાર્ગેટ મેળવવો પડશે.

બે રન લેવાના ચક્કરમાં ગુલાબદિન નઇબ રન આઉટ.

અફઘાનિસ્તાનના બેટ્સમેન ગુલાબદિન નઇબ અને રહેમનુલ્લાહ ગુરબાઝ બેટિંગ કરવા આવ્યા છે, જ્યારે મુકેશ કુમાર સુપર ઓવર નાખશે.

અફઘાનિસ્તાનની ઇનિંગ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી દિલ ધડક મેચ ટાઇ થઇ છે. હવે સુપર ઓવર રમાશે જેમાં કઇ ટીમ બાજી મારશે તે જોવું રહ્યું.

નજીબુલ્લાહ આઉટ: અફઘાનિસ્તાનને પાંચમો ઝટકો લાગ્યો છે. 5 રન બનાવીને નજીબુલ્લાહ આઉટ થયો છે. નજીબુલ્લાહએ મોટો શોટ મારવાના ચક્કરમાં વિરાટ કોહલીના હાથમાં કેચ આપી દીધો હતો.

નબી આઉટ: અફઘાનિસ્તાનને મોહમ્મદ નબીના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો છે. નબીએ ભારતીય બોલરોની ફોર અને સિક્સ સાથે ધોલાઇ કરી હતી. નબી 16 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે અફઘાનિસ્તાનનો સ્કોર 163/4 સુધી પહોંચ્યો છે.

ગુરબાઝ આઉટ: ગુરબાઝ 50 રન ફટકારીને ખતરનાક બેટિંગ કરી રહ્યો હતો, તેને કુલદીપ યાદવે વોશિંગ્ટન સુંદરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો, 11 ઓવર પછી સ્કોર 93/1 હતો.

પાવરપ્લે પુરો

અફઘાનિસ્તાને સારી શરૂઆત કરી છે. ગુરબાઝે 21 તથા ઝદરાને 28 રન બનાવ્યા છે. આ સાથે 6 ઓવર બાદ અફઘાનિસ્તાનનો સ્કોર 51 રન થયો છે. 

અફઘાનિસ્તાનની ઇનિંગ શરૂ થઇ ગઇ છે. અફઘાન હવે 213 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતર્યું છે. અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઇબ્રાહિમ ઝદરાન ક્રિઝ પર છે. ભારત તરફથી મુકેશ કુમાર પ્રથમ ઓવર નાખશે.

ભારતની ઇનિંગ

છેલ્લી ઓવરમાં રોહિતે 2 સિક્સ અને 1 ફોર, રિંકુએ છેલ્લા ત્રણ બોલમાં સતત સિક્સર ફટકારીને 36 રન બનાવ્યા હતા, જેના કારણે ભારતનો સ્કોર 4 વિકેટે 212 રન પર પહોંચ્યો હતો, રોહિતે 69 બોલમાં 11 ફોર અને 8 સિક્સની મદદથી 121 રન બનાવ્યા હતા તથા અને રિંકુ સિંહે 39 બોલમાં 2 ફોર અને 6 સિક્સની મદદથી 69 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 4 રન તથા શિવમ દુબે 1 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. વિરાટ કોહલી તથા સંજુ સેમસન ગોલ્ડન ડકનો શિકાર થયા હતા. શરૂઆતી ધબડકા બાદ ભારતની બાજી રોહિત – રિંકુએ સંભાળી હતી. આ સાથે ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 212 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનની બોલિંગની વાત કરીયે તો ફરિદ અહેમદ મલિકે 3 વિકેટ ઝડપી હતી જ્યારે અઝમતુલ્લા ઓમરઝાઇને 1 વિકેટ મળી હતી. 

રિંકુની ફિફ્ટી: રિંકુ સિંહે કેપ્ટન રોહિત શર્માનો સાથ આપ્યો હતો. રિંકુએ 36 બોલમાં 2 ફોર અને 3 સિક્સની મદદથી 51 રન બનાવી ફિફ્ટી પુરી કરી હતી.

રોહિતનું શતક: રોહિત શર્માએ તોફાની બેટિંગ કરી છે. રોહિતે 65 બોલમાં 104 રન બનાવી ટી20 કરિયરની 5મી સદી ફટકારી છે. આ સાથે રોહિત શર્મા ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. 

રોહિતની ફિફ્ટી: રોહિત શર્માએ ભારતને કમબેક કરાવ્યું છે. રોહિત શર્માએ 41 બોલમાં 5 ફોર અને 3 સિક્સની મદદથી ફિપ્ટી પુરી કરી હતી. આ સાથે ભારતનો સ્કોર 100 પર પહોંચ્યો છે. 

પાવરપ્લે સમાપ્ત: પાવરપ્લે સમાપ્ત થયો છે. આ સાથે ભારતનો સ્કોર 30/4 થયો છે. કેપ્ટન રોહિત શર્મા અને રિંકુ સિંહ બેટિંગ કરી રહ્યાં છે.

સેમસન આઉટ: કોહલી બાદ સંજુ સેમસન ગોલ્ડન ડકનો શિકાર થયો છે. આ સાથે અફઘાનિસ્તાને મેચમાં પકડ બનાવી ભારતને બેકફુટ પર ધકેલી દીધું છે.

દુબે આઉટ: ભારતની મુશ્કેલીઓ વધી છે. ભારતે શરૂઆતની 4 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવી દીધી છે. શિવમ દુબે 1 રન બનાવીને આઉટ થયો છે. આ સાથે ભારત દબાવમાં આવી ગયું છે. અફઘાનિસ્તાન આ મેચ જીતી સારા સરવાળે સિરીઝનો અંત કરવા માંગશે.

કોહલી આઉટ: વિરાટ કોહલી ગોલ્ડન ડકનો શિકાર થયો છે. ત્રીજી ટી20માં પહેલા બોલે જ આઉટ થયો હતો.

જયસ્વાલ આઉટ: યશસ્વી જયસ્વાલના નામે ભારતને પ્રથમ ઝટકો લાગ્યો છે. ફરિદ અહેમદના બોલ પર મોટો શોટ રમવા જતા જયસ્વાલે મોહમ્મદ નબીના હાથમાં કેચ આપી દીધો હતો. જયસ્વાલ 4 રન બનાવીને આઉટ થયો હતો. 

ભારતનો દાવ શરૂ થઇ ગયો છે. કેપ્ટન રોહિત શર્મા અમે યશસ્વી જયસ્વાલ બેટિંગ કરવા માટે ક્રિઝ પર આવી ગયા છે. અફઘાનિસ્તાન તરફથી ફરિદ અહેમદ મલિક પ્રથમ ઓવર નાખશે.

ટોસ

ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાન પ્રથમ બોલિંગ કરશે. ભારતીય ટીમ ત્રણ બદલાવ સાથે ઉતરી છે. જીતેશ શર્માની જગ્યાએ સંજુ સેમસન તથા અક્ષર પટેલની જગ્યાએ કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહની જગ્યાએ આવેશ ખાનને મોકો આપવામાં આવ્યો છે. 

બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (C), વિરાટ કોહલી, શિવમ દુબે, સંજુ સેમસન (Wk), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, આવેશ ખાન.

અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ(Wk), ઈબ્રાહીમ ઝદરાન(C), ગુલબદિન નાયબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, શરાફુદ્દીન અશરફ, કૈસ અહમદ, મોહમ્મદ સલીમ સફી, ફરીદ અહમદ મલિક

ચિન્નાસ્વામી મેદાનમાં ભારતનો રેકોર્ડ

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતના T20 રેકોર્ડ પર નજર કરીએ તો તે બહુ સારો રહ્યો નથી. ભારત અહીં 7 T20 મેચ રમ્યું છે. આ સમયગાળા દરમિયાન, તેઓએ ત્રણમાં જીત મેળવી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. રોહિત શર્મા બેંગલુરુમાં નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
સુરત

 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો

Editor By Editor 3 days ago
રાજકોટમાં આયોજિત જિજ્ઞેશદાદાની ભાગવત કથા હવે ૮૯.૬ FM રેડિયો પર
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?