- એક્સરસાઈઝ સાઈકલ પર કસરત કરી રહ્યા છે પંત
- હાલમાં પંતે કરી છે ઘણી રિકવરી, જલ્દી કરશે વાપસી
- આઈપીએલ 2024માં પંત ફીલ્ડ પર આવે તેવી શક્યતાઓ
ઋષભ પંત મેદાન પર વાપસીને માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ભારતીય વિકેટકીપર બેટર 30 ડિસેમ્બર 2022ના રોજ એક્સીડન્ટમાં ઈજાગ્રસ્ત થયા હતા અને હજુ સુધી તેઓ ફીલ્ડ પર પરત ફરી શક્યા નથી. પંત કાર એક્સીડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેમના અનેક ઓપરેશન થયા અને હવે તેઓ ઘણી સારી રીતે રિકવર થઈ રહ્યા છે. આ જોઈને લાગે છે કે જલ્દી તેઓ મેદાન પર પરત ફરશે.
પંતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી કરી શેર
પંતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેયર કરી છે જેમાં તે એક્સરસાઈઝ સાઈકલ પર કસરત કરી રહ્યા છે. આ સમયે પંત શોર્ટ્સમાં જોવા મળ્યા હતા. એક્સીડન્ટમાં પંતના ઘૂંટણમાં ઈજા થઈ હતી. હવે તે લગભગ રિકવર થઈ ચૂક્યા છે. પંતના પરત આવવાને લઈને અનેક અટકળો સામે આવી રહી છે પરંતુ કોઈ ખાસ માહિતિ સામે આવી નથી.
આઈપીએલ 2024માં થઈ શકે છે પંતની વાપસી
આ વર્ષે રમાનારી આઈપીએલ 2024માં પંતની વાપસી થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આઈપીએલમાં તે જોવા મળી શકે છે. તેમની વિકેટ કીપિંગને લઈને ચર્ચા થશે. એટલે કે પરત આવ્યા બાદ પંત ફક્ત બેટિંગ જ કરી શકશે. એવામાં તેમને માટે દિલ્હીની કેપ્ટનસી મુશ્કેલ બની શકે છે. તેનાથી પહેલા આઈપીએલ 2023માં પંતની ગેરહાજરીમાં દિલ્હીની ટીમે ડેવિડ વોર્નરને કમાન સોંપી હતી. એવામાં જોવાનું એ રહેશે કે શું પંત 2024માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરશે કે નહીં.
કેવી રહી છે પંતની આંતરરાષ્ટ્રીય કરિયર
પંતે પોતાની અત્યાર સુધીની કરિયરમાં 33 ટેસ્ટ, 30 વનડે અને 66 ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટની 56 ઈનિંગમાં 2271 રન, વનડેની 26 ઈનિંગમાં 865 રન અને 56 ટી20 ઈન્ટરનેશનલ ઈનિંગમાં 987 રન બનાવી લીધા છે. પંતે ફેબ્રુઆરી 2017માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધીમાં પંત ટેસ્ટ ક્રિકેટમાં ઘણા સફળ રહ્યા છે.


