- અન્ય દેશોની તુલનાએ 57 ટકા ભારતીય ગ્રાહકો AI સાથે વાત કરવાનું પસંદ કરે છે
- 39 ટકા ભારતીયો માણસો અને AI ચેટબોટ એમ બન્ને સાથે વાતચીત પસંદ કરતાં હતાં
- માણસો અને AI ચેટબોટ એમ બન્ને સાથે વાતચીત કરવાનું પસંદ કરતાં
વિશ્વના અન્ય દેશોની તુલનાએ 57 ટકા ભારતીય ગ્રાહકો માણસોથી વધારે AI સાથે વાત કરવાનું પસંદ કરે છે. તેમને નવા ઉત્પાદનો, નવી સર્વિસિસ અંગેની જાણકારી માટે AI ઉપકરણો પર વધારે ભરોસો છે. તેનું વૈશ્વિક અને એશિયા પેસિફિક અનુમાન ક્રમશઃ 39 ટકા અને 48 ટકા છે. તેમાં આર્ટિફિશિયલ ઇનેબલ્ડ ટૂલ્સ જેવા કે ચેટ જીબીટી, ચેટબોટ વિગેરેનો સમાવેશ થાય છે. સોફ્ટવેર કંપની એડોબ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ બાબત બહાર આવી છે. સ્ટેટ ઓફ ડિજિટલ કસ્ટમર એક્સ્પીરિયન્સના સર્વેમાં ભારતીય ગ્રાહકોને ઉત્પાદન સંબંધિત નિર્ણયો, કસ્ટમર સપોર્ટ, રિટર્ન અને કેન્સલેશન વિગેરે સાથે જોડાયેલા સવાલો કરવામાં આવ્યા હતાં. તેમાના લગભગ 39 ટકા લોકો માણસો અને AI ચેટબોટ એમ બન્ને સાથે વાતચીત કરવાનું પસંદ કરતાં હતાં.
યુરોપ-અમેરિકાની બ્રાન્ડ્ઝ પાસે AI બજેટ
યુરોપ અને અમેરિકામાં બ્રાન્ડો પાસે પહેલેથી જ AI બજેટ અને આંતરિક ઉપયોગની નીતિઓ હોવાની સંભાવના બેગણી છે. રિપોર્ટ અનુસાર લગભગ 59 ટકા ભારતીય એવી બ્રાન્ડની ખરીદી કરવાનં બંધ કરશે કે જે તેમની વ્યક્તિગત જાણકારી બાબતે પારદર્શી કહીં હોય.
ભારતીય ગ્રાહક ડેટાને લઈને ચિંતિત
એડોબનો રિપોર્ટ કહે છે કે ભારતીય ગ્રાહકો પોતાના અંગત ડેટાના જવાબદાર અને નૈતિક ઉપયોગને લઈને સૌથી વધારે ચિંતિત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આગામી 12 મહિનામાં 53 ટકા ભારતીય બ્રાન્ડ પોતાની ઝેન-AI ક્ષમતામાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે. જ્યારે 76 ટકા પાસે પહેલેથી જ ઝેન-AIનો વિકલ્પ છે.


