- આશરે 82 ટકા ભારતીયોએ બોગસ મેસેજ પર ક્લિક કરી હતી
- લોકો દર સપ્તાહે લગભગ 1.8 કલાક આવા મેસેજિસની સમીક્ષામાં વેડફે છે
- 49 ટકા લોકોએ નોંધ્યું હતું આવા ફેક મેસેજિસ ઓળખવા મુશ્કેલ
એક ભારતીય નાગરિકને ઇમેલ મારફત કે ટેક્સ્ટ મેસેજ મારફત કે પછી સોશિયલ મીડિયા મારફત રોજ સરેરાશ 12 ફેક મેસેજ અથવા છેતરપિંડી કરતી સ્કીમ મળે છે. તેઓ દર સપ્તાહે લગભગ 1.8 કલાક આવા મેસેજિસની સમીક્ષા કરવામાં, તેની યથાર્થતા ચકાસવામાં કે કન્ફર્મ કરવા પાછળ વાપરે છે તેમ બુધવારે પબ્લિશ થયેલાં એક અભ્યાસમાં જણાવાયું હતું. મેકાફીસ ઇનોગરલ ગ્લોબલ સ્કેમ મેસેજ ઇન્વેસ્ટિગેશન નામના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સરવે હેઠળ આવરી લેવામાં આવેલા કુલ ભારતીયોમાંથી આશરે 82 ટકા લોકોએ આવા બોગસ મેસેજ પર ક્લિક કરી હતી અથવા તો તેના શિકાર થયાં હતાં. આશ્ચર્યજનક રીતે 49 ટકા લોકોએ નોંધ્યું હતું કે આવા ફેક મેસેજિસ હવે એવા સારી રીતે તૈયાર કરેલાં હોય છે કે તેમને ઓળખવા એક પડકાર થઇ ગયો છે.
અત્યાધુનિક છેતરપિંડીના સૌથી પ્રચલિત સ્વરૂપોમાં મોટાભાગના ભારતીય ઉપભોક્તા નકલી નોકરીની સૂચનાઓ અથવા ઓફર્સ(64 ટકા) અને બેન્કની ચેતવણીના સંદેશાઓ(52 ટકા)નો ભોગ બને છે.
ભારતીયોના મતે ફેક મેસેજ ઓળખવા મુશ્કેલ હોય છે
મેકાફી ખાતે એસવીપી રોમા મજુમદાર ટિપ્પણી કરે છે કે, તે ખરેખર સમયની નિશાની છે કે મોટાભાગના ભારતીય ગ્રાહકો સમગ્ર વર્ષ દરમિયાન કૌભાંડોના પાઠો અને સંદેશાઓને આધીન થવાના બદલે રૂટ કેનાલની પીડા અને તકલીફને આધીન થવા માંગશે. એઆઈએના કારણે એ જાણવું અવિશ્વસનીય રીતે મુશ્કેલ હોઇ શકે છે કે ડિલિવરી ટેક્સ્ટ સંદેશ અથવા બેંક ચેતવણીની સૂચના વાસ્તવિક છે કે નહીં. એટલા માટે જ 73 ટકા ભારતીય માને છે કે તેઓ સ્કેમ મેસેજને ઓળખવા કરતાં રૂબિકના ક્યુબિકને ઉકેલવામાં વધારે સારી રીતે કામ કરી શકે છે.