- ભારત સદીના અંત સુધી 150 કરોડની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની રહેશે
- સદીના અંત સુધી ઘટાડો થઈ ચીનની વસ્તી 63 કરોડ થઈ જશે
- વર્ષ-2060 પછી ભારતમાં વસ્તી ઘટાડો થવા લાગશે
વિશ્વ વસ્તી પર યુએનના એક રિપોર્ટ અનુસાર ભારતની વસ્તી વર્ષ-2060માં પોતાની ટોચ પર રહશે, પરંતુ ત્યારબાદ વસ્તીમાં ભારે ઘટાડો થવાનો શરૂ થઈ જશે. વર્ષ-2060 પછી ભારતમાં વસ્તીનો ઘટાડો થવા લાગશે. વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત હાલની સદીના અંત સુધી 150 કરોડની સાથે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની રહેશે. વર્તમાન સમયમાં ભારતની વસ્તી આશરે 145 કરોડ થવાનું અનુમાન છે.
ચીનની વસ્તીમાં ઘટાડો થશે
યુનોના રિપોર્ટમાં અનુમાન લગાવાયું છે કે મોટા આકાર અને પ્રજનન ક્ષમતામાં ઘટાડાને લીધે સદીના અંત સુધી ચીનમાં સૌથી મોટી વસ્તી ઘટાડો 78.6 કરોડ આવવાની શક્યતા છે. વર્તમાનમાં વિશ્વનો સૌથી મોટો વસ્તી ધરાવતા દેશ ચીન વર્ષ-2024 અને 2054 (20.4 કરોડ)ની વચ્ચે જનસંખ્યામાં મોટો ઘટાડો આવશે.
જ્યારે વર્ષ-2100 આવતા-આવતા ચીનની વસ્તી વર્તમાન સમયથી અડધીથી ઓછી એટલે કે આશરે 63 કરોડ રહી જશે. વર્તમાન સમયે ચીનની વસ્તી આશરે 140 કરોડ છે. રિપોર્ટ પ્રમાણે વર્ષ-2054માં 38.9 કરોડની વસ્તીની સાથે પાકિસ્તાન અમેરિકાને પછાડીને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બની જશે.
વસ્તીની બાબતમાં અમેરિકા વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ
વર્તમાનમાં 34.5 કરોડની વસ્તીની સાથે અમેરિકા વિશ્વનૌ સૌથી મોટો દેશ છે અને વર્ષ-2054માં આ 38.4 કરોડ લોકોની સાથે ચોથો સૌથી મોટો દેશ હશે. 2100માં 51.1 કરોની વસ્તી સાથે પાકિસ્તાન વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બની જશે.
નિષ્ણાતો પ્રમાણે ચીન, જાપાન, જર્મની પછી યુરોપના ઘણા દેશોમાં વસ્તી ઘટવાના કારણે કામ કરનારોની અછત વર્તાશે. એવામાં ભારતીયો માટે આ દેશોમાં રોજગાર માટે તક બનશે. સદીના અંત સુધી ભારત વિશ્વના સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ બની જશે. આવામાં ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થાને આગળ ધપાવનારમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.


