- અમેરિકાની શાળાઓમાં હવે હિંદી ભાષા ભણાવવામાં આવશે
- અમેરિકા રહેતા ભારતીય સમુદાયે હિંદી ભણાવવા રજૂઆત કરી હતી
- હિંદી ભાષા ભણાવવા મતદાનમાં મેદાન મારી જતા હિંદીને અભ્યાસક્રમમાં કરાશે સામેલ
કેલિફોર્નિયામાં પ્રથમવાર સિલિકોન વેલીની બે સરકારી શાળા પોતાના અભ્યાસક્રમમાં હિંદીને વિશ્વભાષાના રૂપમાં સામેલ કરશે. હિંદી ભાષાને એક વૈકલ્પિક વિષયના રૂપમાં રજૂ કરવાના નિર્ણયને ફ્રેમોંટમાં મોટાપાયે ભારતીય સમુદાયે સ્વાગત કર્યું છે. આ લોકો પોતાના બાળકોને શાળાઓમાં હિંદી શીખવાની માંગ કરી રહ્યા હતા. કેલિફોર્નિયામાં ફ્રેમોંટને ભારતીય અમેરિકીઓની સંખ્યાને લીધે કેન્દ્રની રીતે જોવામાં આવે છે.
ફ્રેમોંટ યુનિફાઈઢ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ બોર્ડે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા 17 જાન્યુઆરીએ એક મતદાન કાર્યક્રમ કર્યો. હિંદીના પક્ષ અને વિપક્ષમાં 4-1 પ્રમાણે વોટ પડયા હતા. જેમાં હોર્નર મિડલ સ્કૂલ અને ઈરવિંગ્ટન હાઈસ્કૂલ ઓગસ્ટમાં શરૂ થતા 2024-25 સત્રમાં હિંદીને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોર્નર મિડલ સ્કૂલ અને ઇરવિંગ્ટન હાઇસ્કૂલના વિદ્યાર્થીઓમાં ભારતીય અમેરિકનો 65 ટકા છે. જિલ્લામાં કુલ 29 પ્રાથમિક શાળા કેમ્પસ, પાંચ મિડલ સ્કૂલ કેમ્પસ અને પાંચ હાઈ સ્કૂલ છે.
વિદ્યાર્થીઓના હિતમાં લેવાયેલ નિર્ણય- FUSD બોર્ડના પ્રમુખ
મીટિંગ દરમિયાન, FUSD બોર્ડના સભ્યો વિવેક પ્રસાદ, શેરોન કોકો, લેરી સ્વીની અને બોર્ડના પ્રમુખ યાજિંગ ઝાંગે તેમના નિર્ણયમાં વિદ્યાર્થીઓની સુખાકારીને મુખ્ય પરિબળ ગણાવીને દરખાસ્તને મજબૂત સમર્થન દર્શાવ્યું હતું, એમ એક મીડિયા રિલીઝમાં જણાવાયું હતું.
બોર્ડના સભ્ય વિવેક પ્રસાદે પાયલોટ પ્રોજેક્ટને ટેકો આપતાં કહ્યું, “હું માંગને જોઉં છું, અને હું એ પણ જોઉં છું કે આ હિન્દી ઓફર સમુદાય માટે શું મૂલ્ય ઉભી કરશે. તેને સમર્થન આપવું મારા માટે કોઈ વિચારસરણી નથી.”
અન્ય શાળાઓ હિંદી ભાષાને લઈ રજૂઆત કરી શકશે
સભ્ય શેરોન કોકોએ કહ્યું કે જો આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો અન્ય શાળાએ હિંદીની રજૂઆત કરવી જોઈએ. તેઓ ભવિષ્યમાં આવું કરવા સક્ષમ હશે. જેથી આ સમયે હું આની પક્ષમાં છું. આ દરમિયાન તેમને બોર્ડના વિદ્યાર્થઈઓની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડયો હતો.
ઠરાવના ટેકામાં ટ્રસ્ટી લૈરી સ્વીને જણાવ્યું કે મને ખાતરી છે કે આ પાયલોટ પ્રોજેક્ટ તમામ હાઈસ્કૂલ અને મિડલ સ્કૂલોમાં જશે. અને તે આને અપનાવશે. બોર્ડના અધ્યક્ષે પણ કહ્યું કે અમે કોની સેવા કરીએ છીએ આખરે અમે વિદ્યાર્થીઓ માટે જ કામ કરીએ છીએ. જો વિદ્યાર્થીઓને હિંદી ભાષાને લઈ સ્પષ્ટ માંગ છે તો વિદ્યાર્થીઓનાં હિતમાં અમે આ કરશું


