- ICC પ્લેયર ઓફ ધ મંથ માટે 3 ખેલાડીને કર્યા નોમિનેટ
- ટ્રેવિસ હેડ અને ગ્લેન મેક્સવેલ એવોર્ડ માટે થયા નોમિનેટ
- ભારતનો ફાસ્ટ બોલર શમી પણ થયો નોમિનેટ
ICCએ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે 3 ખેલાડીઓને નોમિનેટ કર્યા છે. આ યાદિમાં ભારતનો એક સ્ટાર ખેલાડી પણ સામેલ છે. ICCએ આ 3 ખેલાડીઓને નવેમ્બર મહિનામાં પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ કર્યા છે. ભારત ઉપરાંત આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના 2 સ્ટાર ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. હવે એ જોવાનું દિલચસ્પ રહેશે કે, ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ કયા ખેલાડીને મળે છે.
ટ્રેવિટ હેડ થયો નોમિનેટ
ICC એ જે 3 ખેલાડીઓને પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ કર્યા છે. તેમાં પ્રથમ નામ છે ઓસ્ટ્રેલિયાનો ઓપનર ટ્રેવિસ હેડ.ઓસ્ટ્રેલિયન બેટ્સમેને નવેમ્બર મહિનામાં 5 વનડે મેચમાં 44ની એવરેજથી 220 રન બનાવ્યા છે. જેમાં એક ફિફ્ટી અને એક સદી સામેલ છે. ક્રિકેટ વર્લ્ડકપની સેમીફાઈનલ અને ફાઈનલ મેચમાં તેમનું શાનદાર પ્રદર્શન હતું. આ બંને મેચમાં તેમણે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો અને ઓસ્ટ્રેલિયાને છઠ્ઠી વખથ વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
ગ્લેન મેક્સવેલ થયો નોમિનેટ
ICC એ ગ્લેન મેક્સવેલને પણ નોમિનેટ કર્યો છે. ગત મહિને પોતાની 3 વનડે મેચમાં મેક્સવેલે 152.33ના સ્ટ્રાઈક રેટ અને 204ની એવરેજથી 204 રન બનાવ્યા છે. આ ઉપરાંત મેક્સવેલે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરીને 2 વિકેટ પોતાના નામે કરી છે. ભારત વિરુદ્ધ સીરિઝમાં 2 T20 મેચમાં મેક્સવેલે 207.14ના સ્ટ્રાઈક રેટથી 116 રન બનાવ્યા છે.
મોહમ્મદ શમી થયો નોમિનેટ
પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ થનારો ત્રીજો ખેલાડી ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી છે. તેમણે નવેમ્બરમાં વર્લ્ડકપમાં પોતાનું સ્વર્ણિક પ્રદર્શન કર્યું હતું. તેમણે 12.06ની એવરેજ અને 5.68ના ઈકોનોમી રેટથી 15 વિકેટ લીધી હતી. શમી વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો હતો. માત્ર 7 ઈનિંગમાં શમીએ 24 વિકેટ પોતાના નામે કરી હતી.


