નવા નિયમોના અસર પડવાનું સૌથી મોટું કારણ તેના ઓપરેશનલ સાઇઝનું વિસ્તરણ માનવામાં આવી રહ્યુ છે.
કેવી રીતે સર્જાઇ અવ્યવસ્થા ?
વધુ એક યાત્રીએ કંપની પર પોતાનો રોષ ઠાલવ્યો છે. તેઓએ કહ્યુ છે કે, હૈદરાબાદ એયરપોર્ટ પર પૂર્ણ રીતે અફરા-તફરી જોવા મળી રહી છે. ફ્લાઇટ્સ 12 કલાકથી વધુ સમય માટે મોડી છે. રોકાણ કરવા માટે પણ કોઇ સુવિધા નથી. યાત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સ્ટાફ તરફથી તેમના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપવામાં આવી રહ્યા નથી. વિમાન કંપની ઇન્ડિગીઓએ આ અવ્યવસ્થા માટે કેટલાક પરિચાલનોને પડકાર સમાન ગણાવ્યા છે.
FDTLવાળો મામલો સૌથી મોટો
નાની-મોટી ટેક્નિકલ ખામી, શિયાળાના કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ, એવિએશન સિસ્ટમમાં વધતી સમસ્યાના કારણે આ અસુવિધા નિર્માણ થયુ હોવાનું કંપનીએ કહ્યુ હતુ. FDTLવાળો મામલો સૌથી મોટો છે. ગયા વર્ષે જાન્યુઆરી 2024માં ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને નાગરિક વિમાનના નિયમોમાં મોટા ફેરફાર કર્યા હતા. આ બદલાવના કારણે પાયલટ અને ક્રૂ પુરતો આરામ આપવા માટે પ્રયત્નો હાથ ધરાયા છે.
નવા નિયમોની કેવી છે અસર ?
નવા નિયમો હેઠળ ફ્લાઇટ ક્રૂ મેમ્બર માટે આરામનો સમય વધવો, રાત્રી દરમિયાન કામનું ચલણ બદલાવવું, વધુ પડતા ફ્લાઇટમાં કામ કરવાની અવધિ વધવી અને રાત્રે લેન્ડિંગની સંખ્યા સીમિત કરવી. એનો અર્થ એ છે કે, પાયલટ અને ક્રૂ માટે નાઇટ શિફ્ટને રોસ્ટર પીરિયડમાં પ્રથમ તુલનામાં 6ની તુલનામાં માત્ર 2 વખત કરવામાં આવી છે. અગાઉ અઠવાડિયામાં 36 કલાક આરામ માટે મળતા હતા. પરંતુ હવે 48 કલાક કરવામાં આવ્યા છે. નાઇટ ડ્યૂટ વિંડો પહેલા 5 કલાક હતા. અને હવે 6 કલાક કરાયા છે. નવા નિયમોના કારણે આરામની અવધિ વધતા ક્રૂ મેમ્બર શેડ્યુલ મુજબ કામ કરવા નથી આવી રહ્યા. તેના કારણે ફ્લાઇટ સમસ્યા, કેન્સલની અસુવિધા વધી છે.
આ પણ વાંચોઃ Indigo Crisis: ત્રીજા દિવસે પણ સમસ્યા યથાવત્, 550થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ્દ


