- રવિવારે હ્યુસ્ટનમાં એક ચર્ચમાં થયું હતું ફાયરિંગ
- ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકની હાલત ગંભીર
- પોલીસના ક્રોસ ફાયરિંગમાં હુમલાખોર મહિલાનું મોત
ટેક્સાસના હ્યુસ્ટનમાં રવિવારે એક ચર્ચમાં ગોળીબાર થયો હતો. જોકે, પોલીસે ફાયરિંગ કરનાર મહિલાને પોલીસ કાર્યવાહી કરીને ઠાર મારી હતી. આ દરમિયાન એક બાળક સહિત બે લોકોને ગોળી વાગી હતી.
શહેર પોલીસ પ્રમુખે આપી માહિતી
હ્યુસ્ટન શહેરના પોલીસ વડા ટ્રોય ફિનેરેને જણાવ્યું હતું કે, 5 વર્ષીય બાળકની હાલત ગંભીર છે, જ્યારે હિપમાં ગોળી વાગવાથી ઘાયલ થયેલ 57 વર્ષીય વ્યક્તિની હાલત હાલ સ્થિર છે. તો, લેકવુડ ચર્ચે બપોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જણાવ્યું કે હુમલાખોર દ્વારા સતત ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. માહિતી મળતા જ પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ન થઈ મહિલા હુમલાખોરની ઓળખ
ફિનરે જણાવ્યું કે લગભગ 30 વર્ષની આ મહિલાએ લાંબો ટ્રેન્ચ કોટ પહેર્યો હતો અને તેના હાથમાં રાઇફલ અને બેગ હતી. તે ચર્ચમાં પ્રવેશી અને તેની સાથે એક બાળક પણ હતો, જે લગભગ પાંચ વર્ષનો હતો. તેમણે જણાવ્યું કે જ્યારે બપોરે 1.50 વાગ્યે ચર્ચમાં ગોળીબાર થયો ત્યારે ત્યાં હાજર બે અધિકારીઓએ પણ વળતી કાર્યવાહી કરીને ફાયરિંગનો જવાબ આપ્યો. પોલીસના ક્રોસ-ફાયરિંગમાં મહિલાનું મોત થયું. હાલ મહિલાની ઓળખ થઈ શકી નથી.
અધિકારીએ કહ્યું કે જો કાયદાના અધિકારીઓ બાળકને ઇજા પહોંચાડવા માટે જવાબદાર જણાશે તો અમે મહિલા હુમલાખોર પર બાળકના જીવને જોખમમાં મૂકવાનો આરોપ લગાવીશું.


