ઓસ્ટ્રિયાના બીજા મોટા ગ્રાજ શહેરની એક શાળામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને સ્થાનિક સમય અનુસાર સવારે 10 વાગ્યે શાળામાં ગોળીબારનો અવાજ આવતો હતો અને ત્યાંની સ્થિતિ પણ ગંભીર હતી. માહિતી મળવાની સાથે જ સ્પેશ્યલ ફોર્સ સહિત તમામ સુરક્ષાબળોને શાળાએ મોકલી દેવાયા હતા. ગૃહમંત્રાલયે આ વાતની પૃષ્ટિ કરી હતી.
પોલીસ પ્રવક્તા સબરી યોરગુને જણાવવ્યું હતું કે ઘટનાસ્થળ પર ગોળીઓનો અવાજ સંભળાયો હતો. હવે સુરત્રા એજન્સીએ આ ઘટના અંગેની તપાસ શરૂ કરી છે. જો કે પોલીસ તરફથી હાલ કોઈ ચોક્ક્સ માહિતી મળી રહી નથી. પરંતુ સ્થાનીય મિડીયા અનુસાર આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે.
સ્થાનિક પોલીસે લોકોને આ ક્ષેત્રથી દુર રહેવા માટે અને અધિકારીઓની સુચનાઓનુ પાલન કરવા માટે અપીલ કરી છે. પોલીસે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે સ્કુલને ખાલી કરી દેવાઈ છે અને તમામને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. તેમણે આગળ જણાવ્યું હતું કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે અને હવે કોઈ હુમલાની આશંકા નથી.