ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં મંગળવારે એક સાત માળની કોર્મશિયલ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગવાની ઘટના ઘટી છે. જેમાં 15થી વધુ લોકોના મોત નીપજ્યા છે.જોરદાર ધુમાડો અને આગે આખી બિલ્ડિંગને ઘેરી લીધી હતી, જેના કારણે જકાર્તાના આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો હતો.
કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ
મળતી માહિતી પ્રમાણે ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં મંગળવારે એક સાત માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગવાની ઘટના ઘટી હતી. જેમાં 15થી વધુના મોતના આંકડા સામે આવ્યા છે. હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા સેવાઇ રહી છે. ઘટના રહેણાંક વિસ્તારમાં બની હોવાથી આસપાસના લોકો અને અન્ય કર્મચારીઓમાં અફરા તફરી મચી જવા પામી છે. હાલ તે આગને કાબુમાં લેવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.બચાવ કામગીરી પણ ચાલુ છે.
પહેલા માળે લાગેલી આગની ઝપેટમાં આખી બિલ્ડિંગ આવી
મીડિયા રિપોર્ટસ અનુસાર ફાયર વિભાગ હાલ ઘટના સ્થળ પર હાજર છે અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામા આવી રહ્યુ છે. આ આગની ઝપેટમાં આવેલી બિલ્ડિંગની વચ્ચે ટેરા ડ્રોન ઇન્ડોનેશિયાની ઓફિસ પણ છે. હકીકતમાં ટેરા એ કંપની છે જે કૃષિના ક્ષેત્રમાં ગ્રાહકો સાથે હવાઇ સર્વેક્ષણ ગતિવિધિઓ માટે ડ્રોન બનાવે છે. પોલીસ અધિકારીઓ પ્રમાણે સૌથી પહેલા આગ પહેલા માળે લાગી ત્યારે ત્યાના કર્મચારીઓએ તેને હોલવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ એકા એક આગ આખી બિલ્ડિંગમાં પ્રસરી ગઇ.મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલામાં બાળક અને મહિલાઓ પણ સામેલ છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનના CDF બનતા જ બોખલાયો આસિમ મુનીર, તાલિબાનને આપી દીધી ધમકી!


