- પાકિસ્તાનમાં એક-એક વસ્તુ મોંઘી બની જતા જનતામાં હાહાકાર
- મોંઘવારી પાકિસ્તામાં લોકો માટે માથાનો દુખાવો બન્યો
- ડુંગળી અને નોનવેજના ભાવ પણ પાકિસ્તાનમાં સાતમા આસમાને પહોંચ્યા
પાકિસ્તાનમાં જનરલ ચૂંટણી યોજાવાની છે અને આનાથી ઠીક પહેલા જનતા પર મોંઘવારીનો માર પડતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં સતત વધતી મોંઘવારીથી લોકો ત્રસ્ત છે. લાહોર, રાવલપિંડી, સહિતના શહેરોમાં જીવનજરૂરિયાત વસ્તુઓના ભાવ પહોંચી ગયા. ડુંગળી, અદરક સહિતના શાકભાજી જેવી નજીવી વસ્તુઓના પાંચ ગણા ભાવ થયા છે. આની પાછળ મોટું કારણ એ છે કે સ્થાનિક વહીવટી તંત્ર સરકારી રેટ લિસ્ટને લાગુ કરવામાં નિષ્ફળ જઈ રહી છે.
પાકિસ્તામાં મોટાભાગના સામાનનો ભાવ આકાશે આંબ્યો છે. એમાં ડુંગળીનો ભાવ પણ સામેલ છે. રિપોર્ટ પ્રમાણે સરકાર તરફથી ડુંગળીના ભાવ 175 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલોગ્રામ નક્કી કરાયો છે, પરંતુ અહીં ડુંગળી 230થી 250 રૂપિયા કિલો વેચાઈ રહી છે.
નફાખોરી રોકવાની સૂચના
પાકિસ્તાનના નાણામંત્રાલયે ભાવમાં સ્થિરતા રાખવા અને નફાખોરી રોકવાના ઉપાય માટે સરકાર સાથે નિયમિત કૉ-ઓર્ડિનેશન કરવા સૂચના આપી હતી. છતાં આ અંગે કોઈ પરિવર્તન નથી જોવા મળી રહ્યું.
પાકિસ્તાન દેવાના ડુંગર હેઠળ
મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનના દેવામાં સતત વધારો થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ-2023-24માં ગત વર્ષના નવેમ્બરના અંત સુધી પાકિસ્તાન પર કુલ દેવું વધી 63,399 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયા થઈ ગયું છે. પીડીએમ અને સરકારના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનનું કુલ દેવું 12.430 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાથી વધી ગયું છે. કુલ દેવું વધીને 63.390 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયા થઈ ગયા છે. જેમાં ઘરેલું લોન 40.956 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયા અને આંતરરાષ્ટ્રીય લોન 22.43 ટ્રિલિયન પીકેઆર સામેલ છે. તાજેતરમાં વર્લ્ડ બેંકના એક રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાનનો આર્થિક વિકાસ એલિટ કલાસ સુધી જ સીમિત છે. જેના પરિણામ સ્વરૂપ પાકિસ્તામાં આર્થિક સંકટ જોવા મળી રહ્યું છે. પોતાના સાથી દેશોથી પછાત રહી ગયું છે.


