- દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 4 દિવસ માટે આયોજન
- આ કોન્ફ્રન્સમાં વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓને વિવિધ કક્ષાના કુલ 19 એવાર્ડ અપાશે
- યુનિ.ના સંયુકત ઉપક્રમે વનસ્પતિ રોગ શાસ્ત્ર્ર
દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે ઇન્ડિયન સોસાયટી ઓફ્ માયકોલોજી એન્ડ પ્લાન્ટ પેથોલોજી, ઉદયપુર અને દાંતીવાડા કૃષિ યુનિ.ના સંયુકત ઉપક્રમે વનસ્પતિ રોગ શાસ્ત્ર્ર : છોડ અને જમીનની તંદુરસ્તીના ભવિષ્ય માટેનું વ્યવસ્થાપન વિષય પર તા.7મી ફેબ્રુઆરીથી ચાર દિવસીય આઇ.એસ.એમ.પી.પી ત્રીજી એશિયન કોન્ફ્રન્સનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. ત્રીજી એશિયન કોંગ્રેસમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી 360 વૈજ્ઞાનિકો અને છાત્રો ભાગ લઈ રહ્યા છે. આ સમારોહમાં કુલ 283 સંશોધન પત્રો, 149 ઓરલ પ્રેઝન્ટેશન, 134 જેટલા પોસ્ટર પ્રેઝન્ટેશન અને 43 લીડ પેપર રજૂ થનાર છે. તેમજ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓને વિવિધ કક્ષાના કુલ 19 એવાર્ડ એનાયત કરાશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આવેલ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલે જણાવ્યુ હતું કે રોગ જીવાતની અસરકારક તજજ્ઞતાઓના અમલીકરણ માટે વધુમાં વધુ વિસ્તાર મુજબ અને લોક ભાગીદારી કરવા આહવાન કરવા કહ્યું હતું. દાંતીવાડા કૃષિ યુનિ.ના કુલપતિ ડો. આર. એમ. ચૌહાણે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે છોડ અને જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે રસાયણોનો ઉપયોગ ઘટાડી જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે છાણીયા ખાતરનો ઉપયોગ કરવો, વિશ્વવિદ્યાલય દ્વારા સંશોધિત ઘઉં, મસાલા પાકો અને દિવેલાની જુદી જુદી રોગ પ્રતિકારક જાતોના ઉપયોગથી ખેડૂત અને દેશને થયેલ ફયદાની વાત કરી હતી.


