- અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી પર હુમલો કર્યાનો મામલો
- કોમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી વરુણ રાજનું મોત
- પોલીસે સમગ્ર મામલે હુમલાખોરની કરી ધરપકડ
અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં 29 ઓક્ટોબરે એક જિમ સેન્ટરમાં ચાકુ વડે થયેલા હુમલામાં ઈજાગ્રસ્ત ભારતીય વિદ્યાર્થી કોમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી વરુણ રાજનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે અને તેના પર હવે મર્ડરનો કેસ ચાલશે. વરુણ પર હુમલો કેમ કરવામાં આવ્યો તેનુ ચોક્કસ કારણ હજી સુધી મળી શક્યું નથી.
વલપરાસિયો યુનિવર્સિટીમાંએ વરુણ માટે શોક વ્યક્ત કર્યો
મળતી માહિતી મુજબ કોમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી વરુણ રાજ ઈન્ડિયાનાની વલપરાસિયો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. 29 ઓક્ટોબરે જિમમાં તેના પર જોર્ડન એન્ડ્રાડ નામના વ્યક્તિએ ચાકુ વડે હુમલો કર્યો હતો. જેમાં તેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. યુનિવર્સિટીએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, અમે બહુ ભારે હૃદયથી વરુણ રાજના નિધનની જાણકારી શેર કરી રહ્યા છે. અમારી યુનિવર્સિટીએ એક સારા બાળકને ગુમાવ્યો છે. આ દુખના સમયમાં અમારી સંવેદનાઓ વરુણ અને તેના પરિવાર તથા તેના મિત્રો સાથે છે. અમે તેના પરિવારના સંપર્કમાં છે અને તેમને શક્ય હશે તેટલી મદદ પૂરી પાડીશું. યુનિવર્સિટીમાં 16 નવેમ્બરે વરુણ માટે પ્રાર્થના સભાનુ આયોજન પણ કરવામાં આવશે.
પોલીસે હુમલાખોરની કરી ધરપકડ
સમગ્ર ઘટના બાદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર ઘાતક હથિયાર વડે હુમલો અને હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 16 નવેમ્બરના રોજ વલપરાઈસો યુનિવર્સિટી કેમ્પસમાં વરુણ માટે સ્મરણ અને સ્મારકની સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. વરુણ પર હુમલો કેમ કરવામાં આવ્યો તે અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


