- હેલસિંકી શહેર પાસે વિયેર્ટોલા શાળામાં ફાયરિંગ
- ઇજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
- 2007 અને 2008માં પણ બની ચૂકી છે આવી ઘટના
ફિનલેન્ડના હેલસિંકી બહારની શાળામાં માસૂમ બાળકો પર ગોળીબાર કરવાની ઘટના સામે આવી છે. આ ગોળીબારમાં ત્રણ બાળકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે ત્યારબાદ તુરંત જ ઘાયલ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મીડિયા સાથે વાત કરતાં પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે બાળકો પર ગોળીબાર કરનાર વ્યક્તિ સગીર છે અને તે મંગળવારે 24 એપ્રિલના રોજ પકડાઈ ગયો છે. તેમણે જણાવ્યું કે ફિનલેન્ડના વાંટા સ્થિત વિયેર્ટોલા સ્કૂલમાં ફાયરિંગ થયું હતું.
સ્થાનિક પ્રશાસને જણાવ્યું છે કે વિયેર્ટોલા શાળામાં ધોરણ 1 થી ધોરણ 9 સુધીના 800 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. શાળાના પ્રિન્સિપાલ સરી લાસીલાએ વધુમાં જણાવ્યું કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. આવી સ્થિતિમાં અત્યારે આ અંગે ટિપ્પણી કરવી યોગ્ય નથી.
ફિનલેન્ડમાં પહેલા પર થઈ ચૂક્યો છે સ્કૂલમાં ગોળીબાર
ફિનલેન્ડમાં આ પહેલા પણ શાળામાં ગોળીબારની ઘટના બની છે. 2007માં 18 વર્ષના વિદ્યાર્થીએ કરેલા ગોળીબારમાં 7 વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ સિવાય 2008માં ગોળીબારમાં 9 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા.


