- ટોલ રોડ ઓથોરીટી દ્વારા લારી ગલ્લાના દબાણો દુર કરાયા
- ટ્રાફિક જામની સમસ્યાને લઈ કાર્યવાહી કરાઈ
- લોકોએ લારી ગલ્લા મુકીને દબાણો કર્યા હતા
કલોલના છત્રાલ હાઈવે ઉપર સર્વિસ રોડ પાસે દબાણોનો રાફડો ફાટયો હતો. લારી ગલ્લા તથા પાથરણા વાળાઓએ રોડ ઉપર દબાણો કરી લેતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેને લઈને ટોલ રોડ ઓથોરીટી દ્વારા પોલીસને સાથે રાખીને સર્વિસ રોડ પર થયેલા દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જે અન્વયે લારી ગલા સહિત પાથરણાવાળાના દબાણો દુર કરવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ પાસે આવેલા છત્રાલ હાઈવે ઉપરના સર્વિસ રોડ ઉપર દબાણ કરવામાં આવ્યા હતા. લોકોએ લારી ગલ્લા મુકીને દબાણો કર્યા હતા. જેના પગલે અવારનવાર ટ્રાફીકજામ સહિતની સમસ્યાઓ સર્જાતી હતી અહીથી અવરજવાર કરનાર વાહન ચાલકો રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ પડતી હતી. અને અવારનવાર ટ્રાફીકજામ થઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. આ બાબતે ટોલ રોડ ઓથોરીટીમાં ફરિયાદો કરવામાં આવી હતી. જેના પગલે ટોલરોડ ઓથોરીટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટોલ રોડ ઓથોરીટી દ્વારા છત્રાલ હાઈવેના સર્વિસ રોડ ઉપર કરવામાં આવેલા લારી ગલ્લા પાથણાવાળાના દબાણો પોલીસને સાથે રાખીને દુર કરવામાં આવ્યા હતા. અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે.


