અમરેલીમાં ડો.ગજેરાએ જાહેરમાં પિસ્તોલ કાઢી
ખુલ્લેઆમ હથિયાર સાથે ભાષણ આપવા મામલે ડો.ગજેરા સામે પોલીસે ગુનો નોંધ્યો
સમાજમાં હિંસા અને ઉગ્રતાનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરી જેને બૃધ્ધિજીવી અને સંયમશીલ વ્યવસાય ગણવામાં આવે છે તેવા તબીબી ક્ષેત્રમાં પણ હવે હિંસાની ભાષામાં વાત થવા માંડી છે. કોલકત્તામાં બનેલી બળાત્કાર-હત્યા અને ડોકટર પર હુમલાના કેસના વિરોધમાં અમરેલીમાં આઇએમએની રેલી દરમિયાન ચોંકાવનારો બનાવ બન્યો છે. આ રેલીમાં આઇએમએના પ્રમુખ ડો.ગજેરાએ રિવોલ્વર દેખાડી હવે તબીબો પણ આ ભાષામાં વાત કરશે તેવો સંદેશ તબીબી આલમને આપ્યો હતો.
ગઇકાલે અમરેલીના તબીબોએ પણ કેન્ડલ માર્ચ કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તે સમયે સંબોધન માટે આવી પહોંચેલા સિનિયર ડોક્ટર ગજેરાએ જાહેરમાં હથિયાર વાળું વેપન કાઢી તબીબોને કહ્યું હતું કે, હવે ડોક્ટરોએ હથિયાર રાખવા પડશે. આ શબ્દથી વાતાવરણ ગરમાયું છે અને લોકોએ પણ એવી ટકોર કરી છે કે, શું ડોક્ટરો હવે ટેથોસ્કોપની જગ્યાએ હથિયાર વસાવશે.? આ ઉપરાંત એવી પણ ચર્ચા જાગી છે કે, બંગાળની દીકરી માટે આખો દેશ લડતના માર્ગે ચડ્યો છે. તો તાજેતરમાં આટકોટની દીકરી પર ટ્રસ્ટી અને ભાજપના આગેવાનો દ્વારા ગુજારવામાં આવેલા બળાત્કાર મામલે કોઈને રસ નથી. આમ ડોક્ટર ગજેરા વ્યવસ્થિત રીતે ફસાયા છે. પોલીસે તેના સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીની શાંતાબા મેડીકલ કોલેજના ઈન્ટર્ન ડોકટર્સે દ્વારા શુક્રવારે સાંજે કેન્ડલ માર્ચ યોજાઈ હતી. ઈન્ટર્ન તબીબો જ્યારે અમરેલીના રાજકમલ ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડો. ગોવિંદ ગજેરા ત્યાં આવ્યા હતા અને જાહેરમાં પોતાનું લાયસન્સ વાળું હથિયાર કાઢી ડોકટર્સને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરી હતી. જેથી વાતાવરણમાં ગરમાવો છવાઈ ગયો હતો. ડોક્ટરો ઉપરાંત સ્થાનિક લોકોએ પણ આ દ્રશ્ય નિહાળ્યું હતું. પરંતુ ડોક્ટર ગજેરા એ સરકારી નિયમો અને શરતોનો ભંગ કરેલ હોવાથી પોલીસે ડોક્ટર ગજેરા સામે ગુનો નોંધ્યો છે.
બુદ્ધિ જેવી લોકોએ ડોક્ટરના આ નિવેદન મામલે એવું કહ્યું હતું કે, શું ડોક્ટરો તેથોસ્કોપ મૂકીને હવે હથિયાર વસાવશે..? આ ઉપરાંત એવી પણ ચર્ચા કરી હતી કે, બંગાળની એક દીકરી માટે આખો દેશ લડતના માર્ગે નીકળી પડ્યો છે.ત્યારે તાજેતરમાં આટકોટની પારેવાડા છાત્રાલયમાં ટ્રસ્ટી અને ભાજપના આગેવાન કાર્યકરે છાત્રાને હવસનો શિકાર બનાવી હતી. તે મામલે કોઈને રસ નથી તે એક શરમજનક બાબત ગણાય.