- ઇન્ટર સ્ટેટ ટી-20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
- 27 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું સતત આયોજન
- ક્રિકેટ ટુર્નામેન્ટ આજથી લઈને 20 ડિસેમ્બર સુધી
ગુજરાત પોલીસ દ્વારા આંતરરાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડીજીપી વિકાસ સહાયનું નિવેદન સામે આવ્યું છે. તેમાં ડીજીપી વિકાસ સહાયએ જણાવ્યું કે ગુજરાતમાં ક્રિકેટની ગૌરવશાળી પરંપરા રહી છે. રાજ્યની 3 રાણજી ટ્રોફીની ટિમ છે.
27 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું સતત આયોજન
અંશુમાન ગાયકવાડથી ઇરફાન પઠાણ સુધીના ખેલાડીઓ વડોદરાથી આવ્યા છે. 27 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું સતત આયોજન થતું રહ્યું છે. તેમજ રાજ્ય બહારની ટિમને પણ આમંત્રિત કરી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શુભેચ્છાઓ આપી છે. તેમજ તમામ રાજ્યોની ટિમનો આભાર વ્યક્ત કર્યો છે. તથા આગામી વર્ષોમાં વધુ ટિમોને જોડવામાં આવશે. કલચરલ સ્થળો સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતની જગ્યાઓએ ટિમના ખેલાડીઓ મુલાકાત લે તેવી આશા વ્યક્ત કરી છે.
ક્રિકેટ ટુર્નામેન્ટ આજથી લઈને 20 ડિસેમ્બર સુધી
વડોદરા શહેર ખાતે ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા ઇન્ટર સ્ટેટ ટી-20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી લઈને 20 ડિસેમ્બર 2023 સુધી વડોદરા ખાતે ગુજરાત રાજ્ય પોલીસ ફર્સ્ટ ઇન્ટરસ્ટેટ ટી ટ્વેન્ટી પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવા આવ્યું છે. જેમાં ગુજરાત પોલીસની બે ટીમની સાથે ચંડીગઢ, આઈ.બી., દમણ-દિવ, ગોવા, પુડુચેરી, RAF રાજ્ય/UT પોલીસ તેમજ CAPF ની ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય IPS વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યું હતુ.


