- રૂ. 1.50 લાખના સ્પોર્ટ્સ બાઈકની થઈ હતી ચોરી
- બાઇક ચોરી થતા ફરિયાદીએ કાલુપુર પો.સ્ટે.માં અરજી કરી
- પોલીસે 24 કલાક બાદ ઓનલાઇન ફરિયાદ કરવા કહ્યું
અમદાવાદ બાઇક ચોરીનો રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. યુવક પોલીસની માફક તપાસ કરી બાઈક ચોર સુઘી પહોંચ્યો હતો. રૂપિયા 1.50 લાખના સ્પોર્ટ્સ બાઈકની ચોરી થઈ હતી. જેમાં બાઇક ચોરી થતા ફરિયાદીએ કાલુપુર પો.સ્ટે.માં અરજી કરી હતી.
પોલીસે 24 કલાક બાદ ઓનલાઇન ફરિયાદ કરવા કહ્યું હતુ
પોલીસે 24 કલાક બાદ ઓનલાઇન ફરિયાદ કરવા કહ્યું હતુ. તેમજ ફરિયાદીએ ઓનલાઈન ફરિયાદના બદલે જાતે તપાસ કરી હતી. તેમાં ધના સુથારની પોળની નજીકના CCTV કેમેરા તપાસ્યા હતા. તથા CCTVમાં એક્ટિવા ચાલક બાઈક લઈને જતો દેખાયો હતો. એક્ટિવાના નંબરના આધારે ચોરી કરનારનું એડ્રેસ મળ્યું હતુ. તેમાં એડ્રેસના આધારે બાઈક માલિક પાટણ સુઘી પહોંચ્યો હતો. ત્યારે ચોરી કરનાર 14 વર્ષનો સગીર હોવાની હકીકત સામે આવી છે. તેમાં તપાસના 9 દિવસ બાદ પોતાનું બાઈક પાટણથી મળી આવ્યું હતુ.
બાઇક ચોરી કરનારે સ્પેરપાર્ટ બદલી નાખ્યા
બાઇક ચોરી કરનારે સ્પેરપાર્ટ બદલી નાખ્યા હોવાનું ખૂલ્યું છે. જેમાં અંતે યુવકે કાલુપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના પોશ વિસ્તારોમાં તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અગાઉ આનંદનગર જેવા વિસ્તારમાં ધોળા દિવસે વાહન ચોરીનો બનાવ બન્યો હતો. પ્રહલાદનગર ગાર્ડન પાસે ટ્રાફિકથી ધમધમતાં રસ્તાથી તસ્કરો બિન્દાસ્ત રીતે બાઈકની ઉઠાંતરી કરી રહ્યાં છે. પહેલાં એક વ્યક્તિ બાઈક પર આવીને બેસે છે અને પોતાના પાસે રહેલી ચાલી બાઈકમાં લગાવી હેન્ડલ લોક ખોલી નાંખે છે. બાદમાં બીજો વ્યક્તિ આવે છે અને બાઈકને ચાલુ કરીને સરળતાથી નીકળી જાય છે.
તસ્કરોને આટલો છુટ્ટોદોર કઈ રીતે મળ્યો
જે રીતે બાઈકની ચોરી થાય છે તે પરથી તો લાગે છે કે બાઈક ચોર ટોળકીને ચોરીને અંજામ આપવામાં કોઈ તકલીફ પડી જ નથી. બસ આરામથી આવે છે, બાઈક ચાલુ કરે છે અને નીકળી જાય છે. ત્યારે આ સમગ્ર બનાવ પરથી તો એ સવાલ થાય છે કે તસ્કરોને આટલો છુટ્ટોદોર કઈ રીતે મળ્યો છે.


