- સુરતમાં જામ્યો છે ઈન્ટરનેશનલ ક્રિકેટર્સનો જમાવડો
- લિજેન્ડ લીગની મેચનું થયું છે આયોજન
- વિદેશી ખેલાડીઓની દાઢે વળગ્યો લોચાનો સ્વાદ
ગુજરાતના સુરતમાં હાલમાં ક્રિકેટની લિજેન્ડ્સ લીગ ચાલી રહી છે. જ્યાં ગેલ, ગંભીર, રૈના જેવા દેશ વિદેશના અનેક સ્ટાર્સ ક્રિકેટરો હાલમાં સુરતમાં ધામા નાખી ચૂક્યા છે. ત્યારે સુરતમાં લીજેન્ડ લીગ ક્રિકેટની પ્રથમ ક્વોલિફાયર મેચ સમાપ્ત રમાઈ ચૂકી છે. જ્યારે એલીમીનેટર મેચ ઈન્ડિયા કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે બુધવારે રમાઈ છે. જ્યારે બીજી ક્વોલિફાયર મેચ ગુરુવારે રમાશે. ત્યારે આ દરમિયાન વિદેશી ક્રિકેટરોએ સુરતી લોચાની જ્યાફત માણી હતી અને આ લોચાનો સ્વાદ તેમને દાઢે વળગ્યો હતો.
હકીકતે અફઘાનિસ્તાનનો પૂર્વ ક્રિકેટર અસગરે પણ સુરતી લોચાનો સ્વાદ માણ્યો હતો. તેને અમુક અન્ય ખેલાડીઓની સાથે સુરતના લોચાની મોજ માણતા જોવામાં આવ્યો છે. તેણે સ્થાનિક ગુજરાતી સ્ટાર ખેલાડીઓ સાથે મળીને લોચાની મોજ માણી હતી. આ દરમિયાન તેને સુરતી લોચાનો સ્વાદ અતિશય ગમ્યો હતો. તેણે મન ભરીને લોચો માણ્યો હતો.
ખેલાડીએ કહ્યુ-ટેસડો પડી ગયો!
લિજેન્ડ લીગમાં રમવા માટે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ ખેલાડી અસગર અફઘાન હાલમાં સુરત ખાતે આવ્યો છે. તેની ટીમ અર્બનરાઈઝર્સ હૈદરાબાદ આ લીગની ફાઈનલમાં પ્રવેશ કરી ચૂકી છે. ક્વોલિફાયર મેચમાં 8 બોલમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા વડે તેણે 23 રન ફટકાર્યા હતા. તોફાની રમત દર્શાવનાર અસગરને એક બજારમાં અમુક સ્થાનિક ક્રિકેટર્સ સાથે સુરતમાં લોચાનો સ્વાદ માણતો જોવામાં આવ્યો છે. આઈપીએલના ક્રિકેટર યોગેશ નાગર, મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડી પવન શુયાલ, દિલ્હી ટીમના યોગેશ નાયર અને ગુજરાતી ખેલાડી વિપુલ નારીગરાએ સાથે મળીને અસગરને આ બાબતે મળીને કંપની આપી હતી. લોચાને ખાતા જ અસગર બોલી ઉઠ્યો હતો કે, બસ વાહ, શાનદાર સ્વાદિષ્ટ. અસગરે કહ્યુ હતુ કે, સુરતથી વિદાય લેતા પહેલા ફરીથી લોચાની મોજ જરુર માણવી પડશે. આમ અસગરને લોચાનો સ્વાદ જબરદસ્ત ગમ્યો હોવાનું બતાવ્યું હતુ. આમ એક રીતે કહીએ તો સુરતી લોચાએ અફઘાનિસ્તાનના ક્રિકેટરને પણ તેનો દીવાનો બનાવી દીધો હતો.
અસગરનુ કરિયર
અફઘાનિસ્તાની ટીમ તરફથી રમતા અસગર આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 114 વનડે ક્રિકેટ મેચ રમી ચૂક્યો છે. તેણે 2424 રન નોંધાવ્યા છે. જેમાં 12 અડધી સદી અને એક સદી પણ સમાવિષ્ટ છે. આ ઉપરાંત તેણે 75 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1382 રન નોંધાવ્યા છે. જેમાં 4 અડધી સદી સામેલ છે. જ્યારે 6 ટેસ્ટ મેચમાં 440 રન 1 સદી અને 3 અડધી સદીની મદદ વડે નોંધાવ્યા હતા. ટેસ્ટમાં 11, વનડેમાં 65 અને ટી20માં 69 છગ્ગા તેણે ફટકાર્યા છે. આ સિક્સર બાજ અફઘાન ક્રિકેટર અન્ય ટી20 મેચમાં 157 છગ્ગા 114 ઈનીંગમાં નોંધાવી ચૂક્યો છે. સુરતમાં પણ તે 8 બોલની નાનકડી અણનમ ઈનીંગમાં પણ 2 શાનદાર છગ્ગા ફટકારવાનું ચૂક્યો નહોતો. આમ અસગરે ક્રિકેટમાં લાંબા સમય સુધી અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે.


