- ટ્રેન અને ક્રૂઝ દ્વારા પહોંચી શકો છો વિદેશ
- વિદેશ જવા માટે સસ્તુ અને નજીકનો દેશ
- ભારતનો પાડોશી દેશ છે, સારો છે મિત્ર
બાંગ્લાદેશની હાલની સ્થિતિથી કોણ અજાણ છે ? બાંગ્લાદેશમાં મોટી સંખ્યામાં હિંદુઓ વસે છે. બાંગ્લાદેશ ભારતનું પાડોશી મિત્ર છે. ત્યારે જો તમને પણ કદાચ ભવિષ્યમાં બાંગ્લાદેશ જવાની તક મળે તો એવા કેટલાક સ્થળો છે જે વિઝિટ કરવાનું ન ભૂલતા. રાહતની વાત એ છે કે હવે બાંગ્લાદેશ જવાનું પણ આસાન થઈ ગયું છે. તાજેતરમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
એટલું જ નહીં વિશ્વનું સૌથી મોટું ક્રૂઝ શિપ ગંગા વિલાસ પણ ભારત અને બાંગ્લાદેશની યાત્રા કરવા માટે અહીં છે. કહેવાનો અર્થ એ છે કે હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનું અંતર બહુ નથી. તમે અહીં ફ્લાઈટ, ટ્રેન અને શિપ દ્વારા જઈ શકો છો. વળી અન્ય ફોરેન કન્ટ્રીની સરખામણીએ બાંગ્લાદેશ સસ્તુ છે. જો તમે બાંગ્લાદેશ જવાનું વિચારી રહ્યા છો, તો અહીં બાંગ્લાદેશના પર્યટન સ્થળો વિશે તમને આજે જણાવીએ.
લાલ બાગ કિલ્લો
બાંગ્લાદેશમાં લાલ બાગનો કિલ્લો જોવાલાયક સ્થળ છે. આ કિલ્લો બાંગ્લાદેશની રાજધાની ઢાકાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલો છે. જેને સામાન્ય રીતે જૂના ઢાકા તરીકે ઓળખવામાં આવે છે. જો જોવામાં આવે તો આ એક અધૂરી મુઘલ કૃતિ છે. અહીં આવવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ વચ્ચેનો છે. કિલ્લાની પ્રવેશ ફી 100 રૂપિયા છે.
સુંદરવન
તમારા બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન સુંદરવનને ચૂકી ન જવું જોઈએ. તે ભારત અને બાંગ્લાદેશમાં સ્થિત વિશ્વની સૌથી મોટી નદી ડેલ્ટા છે. તેનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્થળ બંગાળ વાઘ અને પક્ષીઓની અનેક પ્રજાતિઓ માટે પ્રખ્યાત છે. અહીં જવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો છે.
બૌદ્ધ વિહાર
બાંગ્લાદેશમાં પહાડપુરનો બૌદ્ધ મઠ વિશ્વનો સૌથી મોટો બૌદ્ધ મઠ હોવાનું કહેવાય છે. તેની ઘણીવાર નાલંદા બૌદ્ધ મઠ સાથે સરખામણી કરવામાં આવે છે. પહાડપુર બૌદ્ધ વિહાર એ નૌગાંવ જિલ્લામાં એક ઐતિહાસિક મઠ છે. જેનો ઇતિહાસ 8મી સદીનો છે. આ સ્થળને 1985માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યું હતું. આધ્યાત્મિકતા અને શાંતિ સાથે જોડાવા માટે, તમારે તમારા જીવનમાં એકવાર આ સ્થાનની મુલાકાત લેવી જોઈએ.
કૉક્સ બજાર
કોક્સ બજાર બાંગ્લાદેશનો સૌથી લાંબો બીચ છે. જે લોકો સમુદ્રને પસંદ કરે છે તેઓએ અહીં અવશ્ય મુલાકાત લેવી જોઈએ. અહીં આવીને તમને સૂર્યાસ્ત અને દરિયાઇ લહેરોનો સુંદર નજારો જોઇ શકો છો. અહીંના પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય વચ્ચે સ્નોર્કલિંગ અને ડાઇવિંગનો આનંદ માણી શકે છે. અહીં આવ્યા પછી તમારે ચેરા દ્વીપની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આ સ્થળ સ્પીડબોટ રાઈડ દ્વારા માત્ર 1 કલાક દૂર છે.
સોનારગામ
સોનારગામ એક સમયે બંગાળની જૂની રાજધાની હતી. અહીંનું એક આર્ટ મ્યુઝિયમ ખૂબ જ લોકપ્રિય છે. અહીં વાંસની કલાકૃતિઓ અને ઢીંગલીઓથી ભરેલું લોક કલા સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે 15મી સદીમાં ઇબ્ન બતુતા પણ અહીં આવ્યા હતા. ઈતિહાસ અને પ્રાચીન કલામાં રસ ધરાવનારાઓ માટે આ જગ્યા કોઈ ખજાનાથી ઓછી નથી.


