યોગ એ માત્ર વ્યાયામ નહી પણ ભારતની પ્રાચીન જીવનશૈલીનો મહત્વપૂર્ણ હિસ્સો છે. યોગને વિશ્વમાં ફેલાવવાનું કામ ભારતે કર્યુ છે. બાબા રામદેવ અને પીએમ મોદીએ યોગનો વિશ્વભરમાં પ્રચાર કર્યો. 21 જૂને ઇન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2015માં યોગ દિવસની ઉજવણી કરવાનું શરૂ થયુ હતું. આ દિવસથી ભારતે યોગનું નામ વિશ્વ લેવલે તો પહોંચાડ્યુ પણ ભારતે વિશ્વ રેકોર્ડ પણ પોતાના નામે કરીને દેશનું ગૌરવ વધાર્યુ. ત્યારે આવો જાણીએ એવા 5 વર્લ્ડ રેકોર્ડ વિશે.
વર્ષ 2015
વર્ષ 2015માં પહેલીવાર અહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો. 35985લોકોએ એક જ સ્થળ પર યોગ કર્યા. જેમાં 84 દેશોના લોકોએ ભાગ લીધો હતો. આ બંને રેકોર્ડ દિલ્હીના રાજપથ પર બન્યો હતો. કહેવામાં આવે છે કે પહેલીવાર દુનિયામાં એક જ સ્થળે આટલા બધા લોકોએ યોગા કર્યા હોય.
વર્ષ 2017
અમદાવાદના જીએમડીસી મેદાન પર યોગ ગુરુ બાબા રામદેવના નેતૃત્વમાં એક જ સ્થાન પર 55 હજાર લોકોએ એક સાથે યોગાભ્યાસ કર્યો. જેણે પહેલા બનાવેલા પોતાના જ રેકોર્ડને બ્રેક કરી દીધો. આ સમયે સીએમ વિજય રૂપાણી અને તે સમયે ભાજપના અધ્યક્ષ અમિત શાહે હાજરી આપી હતી.
વર્ષ 2018
રાજસ્થાનના કોટામાં 1,05,000 લોકોએ એક સાથે યોગાભ્યાસ કર્યો હતો અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ કાર્યક્રમમાં યોગ ગુરુ બાબા રામદેવ અને તે સમયે રાજ્યના સીએમ વસુંધરા રાજેના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે યોગ કાર્યક્રમમાં ભાગ લેનારને એન્ટ્રી માટે બારકોડનો ઉપયોગ કર્યો હતો.
વર્ષ 2023
ગુજરાતના સુરતમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં 1.53 લાખ લોકોએ એક સાથે યોગા કર્યા. જણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તરફથી ગુજરાતને સર્ટીફિકેટ પણ મળ્યુ હતુ. કાર્યક્રમમાં એન્ટ્રી માટે રિસ્ટ બેંડ આપવાનાં આવ્યા હતા.
વર્ષ 2024
બેંગ્લુરુના અક્ષર યોગ કેન્દ્રમાં પાંચ મુખ્ય યોગાસનોની મદદથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. જો કે અહીં 7 યોગાસનોથી રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં 5 સફળ રહ્યા હતા અને તેમાં નૌકાસન કરનારા 382 લોકો હતા. કૌંડિન્યાસન 352 લોકો દ્વારા કરાયા હતા. ચક્રાસનમાં 390 લોકોએ ભાગ લીધો હતો અને નટરાજન 595 લોકો દ્વારા કરવામાં આવ્યુ હતું. જ્યારે સૂ્ર્ય નમસ્કાર 1372 લોકો જોડાયા હતા.