લોકસભા ચૂંટણીમાં જીત મેળવીને ત્રીજી વખત વડાપ્રધાન બનેલા પીએમ નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરની તેમની મુલાકાતના બીજા દિવસે આ વર્ષે 21 જૂને જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે. PM મોદી શુક્રવારે સવારે 6:30 વાગ્યે શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે યોગ દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે.


