કોરોના વાયરસનો ખતરો ફરી મંડરાઈ રહ્યો છે. આજે બદલાતી જીવનશૈલીના કારણે લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. આજકાલ નાની વયના લોકોમાં પણ કેન્સર, હાર્ટએટેક, અલ્ઝાઈમર અને ડાયાબિટીસી જેવી ગંભીર બીમારી જોવા મળે છે. અલ્ઝાઈમર જેવી ગંભીર બીમારીના દર્દીઓ મોંઘી સારવાર બાદ પણ અનેક વખત મોતના શિકાર થયા હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરો દ્વારા યુવાનોમાં વધતી બીમારીઓને લઈને રિસર્ચ કરવામાં આવ્યું.
ગંભીર બીમારીઓ સામે યોગ ઉપચાર પદ્ધતિ
ડોક્ટર દ્વારા હાથ ધરાયેલ રિસર્ચમાં સામે આવ્યું કે આજના સમયમાં માનસિક તાણ, હતાશા અને હાઇપરટેન્શનની સમસ્યાના કારણે યુવાન વયના લોકો ગંભીર બીમારીના શિકાર થઈ રહ્યા છે. કોરોના બાદથી ભારતની પ્રાચીન ઉપચાર પદ્ધતિ યોગનું મહત્વ વધ્યું છે. કોરોના સમયમાં અનેક લોકોના મોત થયા હતા. પરંતુ યોગ કરવાના કારણે કેટલાક દર્દીઓ ગંભીર અવસ્થામાંથી બહાર આવ્યા હતા. બીમારીમાં યોગ પદ્ધતિ કેટલીક લાભકારક છે તેને લઈને ડોકટરોએ એક અભ્યાસ હાથ ધર્યો હતો. ડોકટરોએ આ અભ્યાસમાં અલ્ઝાઈમરના દર્દીઓ પર આ પ્રયોગ કર્યો.
યોગ પદ્ધતિ અલ્ઝાઈમરના દર્દીઓ માટે કેટલી અસરકારક
ડોક્ટરો દ્વારા યોગ પદ્ધતિ અલ્ઝાઈમરના દર્દીઓ માટે કેટલી અસરકારક છે તેને લઈને વૃદ્ધાશ્રમમાં રહેતા 30 વૃદ્ધો પર પ્રયોગ કર્યો હતો. જેમાં 18 પુરુષો અને 12 મહિલાઓનો સમાવેશ થાય છે. આ અભ્યાસમાં દર્દીઓને 10 મિનિટ સૂર્ય નમસ્કાર, 5 થી 7 મિનિટ ઊંડો આરામ, 15 થી 20 મિનિટ પવનમુક્તાસન, ભુજંગાસન, શાલભાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન, માંડુકાસન, તાડાસન, ત્રિકોણાસન અને અર્ધચક્રાસન જેવા જુદા-જુદા યોગ આસનો ઉપરાંત દરરોજ 15 મિનિટ પ્રાણાયામ અને 10 મિનિટ ધ્યાન કરવામાં આવતું હતું. અલ્ઝાઈમર દર્દીઓ પર કરવામાં આવેલ આ અભ્યાસમાં જાણવા મળ્યું કે યોગ હળવા અને મધ્યમ અલ્ઝાઈમર રોગથી પીડાતા દર્દીઓની જ્ઞાનાત્મક ક્ષમતામાં સુધારો કરે છે.
કેમ કરવામાં આવ્યો અભ્યાસ
જણાવી દઈએ કે અલ્ઝાઈમર બીમારી કયારે સંપૂર્ણપણે મટતી નથી. અને દિવસેનેદિવસે આ બીમારી વધતી રહે છે. દુનિયામાં ધીરેધીર આ બીમારીથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી રહે છે. હાલમાં 65 વર્ષથી વધુ ઉંમરના 10 ટકા લોકો આ રોગથી પીડાઈ રહ્યા છે. અને વર્ષ 2050 સુધીમાં, આ આંકડો 22 ટકા સુધી વધી શકે છે. અને એટલે જ ડોક્ટરો દ્વારા દર્દીઓ પર યોગની અસર જાણવા માટે આ અભ્યાસ કરવામાં આવ્યો હતો.