નવસારી જિલ્લામાં બાળકને શિક્ષક દ્વારા માર મારવાની ઘટનાના પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DEOએ તપાસ માટે એક ખાસ ટીમને ઘટનાસ્થળે મોકલી છે. આ તપાસમાં બાળ સુરક્ષા એકમની ટીમ પણ જોડાઈ છે. આ ટીમ સંયુક્ત રીતે સમગ્ર ઘટનાની વિગતો મેળવશે અને રિપોર્ટ તૈયાર કરશે.
રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશેઃ DEO
આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક વીડિયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના તમામ શાળા સંચાલકોને વિદ્યાર્થીઓને માર ન મારવા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે. તપાસ ટીમનો સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ શિક્ષક કે સંચાલકો વિરુદ્ધ નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ DEO દ્વારા જણાવાયું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


