સરકારની નિયત પર ફરી ઉઠતાં સવાલ: બનાવમાં પાણીઢોળ કરવાની કવાયત ચાલતી હોવાની ચર્ચા
રાજકોટમાં સર્જાયેલી કરુણાંતિકાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા બે એસાઇટીની રચના કરી અને તપાસ સોંપવા આવતા સરકારની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે. સરકાર આ બનાવ ઉપર પાણીઢોળ કરવાની કવાયત કરતી હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે. આગના બનાવ સ્થળે સરકાર દ્વારા જેસીબીનું સૂપડું મારી દેવામાં આવ્યું છે અને તેની તપાસ બે બે ટીમને સોંપતા અનેક સવાલ ઉઠી રહ્યા.
સરકારનાં સૂત્રોનું કહેવું છે કે આઇજીપી સુભાષ ત્રિવેદીની ટીમ તંત્રમાં કોના દ્વારા બેદરકારી દાખવવામાં આવી એ અંગે તપાસ કરશે જયારે બસીયાની ટીમ આગ કેમ લાગી, કોઇ કાવતરું હતું કે નહીં તેની તપાસ કરશે. નિવૃત પોલીસ અધિકારીઓના મતે, આ બધી બાબતો તો ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે. તેના માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાની જરૂર નથી.
ભરત બસીયા રાજકોટ આગકાંડમાં ઇન્વેસ્ટિગેટીવ ઓફિસર પણ છે. આ સંજોગોમાં તેમની તપાસના રીપોર્ટ અને એસઆઇટીના રિપોર્ટમાં કશું અલગ નહીં હોય તેથીઅ સઆઇટીના નામે તપાસનું નાટક કરાઇ રહ્યું હોવાની ચર્ચા છે. અધિકારીઓનું કહેવું છે કે બસીયાની ટીમ સ્થાનિક છે તેથી આરોપીઓને છાવરવા માટે યોગ્ય તપાસ ના કરે એવું બાને. આ સંજોગોમાં સુભાષ ત્રિવેદીની ટીમને તપાસની કામગીરી સોંપવી જોઇએ તેના બદલે આઇજી કક્ષાના આઇપીએસ અધિકારી પાસે કારકુની કરાવાઇ રહી છે. ગેમ ઝોનને મંજૂરી સહિતના મુદ્દે કોની ચૂક થઇ એ તો મામલતદાર કક્ષાની વ્યકિત કે દિવસમાં જ કહી શકે. તેના માટે એસઆઇટીની જરૂર જ નથી.
રાજય સરકારે પહેલા આઇજીપી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) બનાવી હતી. સુભાષ ત્રિવેદીની ટીમે રાજકોટ જઇને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સુભાષ ત્રિવેદીની ટીમે હજુ પોતાની તપાસ શરૂ જ કરી છે ત્યાં રાજકોટ ક્રાઇમ બ્રાંચના એસીપી ભરત બસીયાની આગેવાનીમાં બીજી એક એસઆઇટી બનાવી દેવાઇ છે.
આશ્ચર્યની વાત એ છે કે ભરત બસીયા રાજકોટ આગકાંડમાં ઇન્વેસ્ટિગેટીવ ઓફિસર પણ છે. આ સંજોગોમાં તેમની તપાસના રીપોર્ટ અને એસઆઇટીના રીપોર્ટમાં કશું અલગ નહીં હોય તેથી એસઆઇટીના નામે તપાસનું નાટક કરાઇ રહ્યું હોવાની ચર્ચા છે.


