સંવત ૨૦૭૯માં સેન્સેકસ-નિફટીમાં ડબલ ડિજિટનો ઉછાળો
અમદાવાદ : સંવત ૨૦૭૯ની પૂર્ણાહુતિને હવે ગણતરીના કલાકો બાકી છે. આ સમગ્ર વર્ષ વૈશ્વિક અનિશ્ચિતતાઓથી ભરેલું વર્ષ રહ્યું છે, પરંતુ ભારતીય બજાર આ તમામ અંધાધૂંધીને શોષી લેવામાં સક્ષમ હતું અને લગભગ ૧૦ ટકાનું બમ્પર વળતર આપ્યું છે. આ આંકડો સરેરાશ ફુગાવાના દર ૫.૮૫ ટકા કરતા વધારે હતું. સંવત ૨૦૭૯માં રોકાણકારોની કુલ સંપત્તિ રૂ. ૪૬ લાખ કરોડ અથવા ૧૭ ટકા વધીને રૂ. ૩૨૦.૩ ટ્રિલિયન થઈ છે.
યુએસ-ચીન ટ્રેડ વોર, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભૌગોલિક રાજકીય તણાવ અને તાજેતરમાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને કારણે આ વર્ષે અનિશ્ચિત્તાઓથી ભરેલું હતુ. સમગ્ર વિશ્વમાં ફુગાવાને કારણે કેન્દ્રિય બેંકોએ વ્યાજદરમાં કડકાઈ દાખવીને ગમે તે ભોગે ગ્રાહક માંગને દંડો મારવાની નીતિ અપનાવી હતી. પૂર ઝડપે વ્યાજદર વધારાને કારણે યુએસ બોન્ડ યિલ્ડ અને ક્ડ ઓઈલના વધતા ભાવ ચિંતાનો વિષય છે.
જોકે સમગ્ર વર્ષમાં તેજીમાં રહ્યાં બાદ તાજેતરના મહિનાઓમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ નાણાં ઉપાડવાનું શરૂ કર્યું છે. તેઓએ ૧૭.૭ બિલિયન ડોલર એટલેકે રૂ. ૧.૪૫ લાખ કરોડના શેરો ખરીદ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૧.૭૮ લાખ કરોડનું રોકાણ કર્યું હતું.
સંવત ૨૦૭૯ દરમિયાન સેન્સેક્સ ૯.૩ ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટી અગાઉના સંવતની સરખામણીમાં ૧૦.૩ ટકા વધ્યો છે. ગત વર્ષે બંને સૂચકાંકો અનુક્રમે ૦.૮ ટકા અને ૧.૪ ટકા નેગેટિવ રહ્યાં હતા. બજારને આ વર્ષે તેજી આપવામાં રિટેલ રોકાણકારોનો પ્રત્યક્ષ અને પરોક્ષ મોટોફાળો આપ્યો છે. મજબૂત આર્થિક વૃદ્ધિ, કોર્પોરેટ કમાણીમાં મજબૂતાઈ, માર્ચ-ઓગસ્ટ ૨૦૨૩ એફઆઈઆઈ ઈન્ફલો, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન થકી રેકોર્ડ રોકાણ અને રિટેલ પાર્ટિસિપેશને બજારને આગળ ધપાવ્યું હતું. વધુમાં ફુગાવા પર નિયંત્રણ અને વૈશ્વિક વ્યાજ દરો ટોચે પહોંચ્યાનું આશ્વાસન મળતા ઇક્વિટી બજારને ટેકો મળ્યો છે.
આ સમયમર્યાદામાં ઈન્ડેક્સ ગ્રોથમાં ઈન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી જેવા સેક્ટરનો ફાળો સૌથી વધુ હતો. બીએસઈ ઈન્ડસ્ટ્રીયલ્સ ૫૭.૦૪ ટકા વધ્યા, ત્યારબાદ બીએસઈ રિયલ્ટી ૫૪.૦૪ ટકા અને બીએસઈ કેપિટલ ગુડ્સ ૪૯.૭૭ ટકા વધ્યા છે. સંવત ટૂ સંવત નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સ પણ લગભગ ૫૩.૧૫ ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટી બેંક અને નિફ્ટી પ્રાઇવેટ બેંક અનુક્રમે ૭.૧૧ ટકા અને ૮.૦૩ ટકા વધ્યા છે. સંવત ૨૦૭૯માં મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોએ બેન્ચમાર્ક કરતાં વધુ સારો દેખાવ કર્યો છે અને બંને અનુક્રમે ૩૦.૮૬ ટકા અને ૩૩.૮૪ ટકા વધ્યા છે. બીએસઈ લાર્જ કેપ ઈન્ડેક્સ સંવત ૨૦૭૯માં ૮.૨૨ ટકા વધ્યો હતો.
વર્ષ દરમિયાન ટોચના નિફ્ટી ગેનર્સમાં ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ઓટો, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન અને એનટીપીસીનો સમાવેશ થાય છે, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ, યુપીએલ, ઇન્ફોસિસ, કોટક મહિન્દ્રા અને હિન્દુસ્તાન યુનિલિવર સૌથી વધુ ઘટયાં હતા.
સૌથી
વધુ વળતર
સેક્ટર |
વળતર (ટકામાં) |
ઇન્ડસ્ટ્રીયલ |
૫૭.૦ |
રીયાલ્ટી |
૫૪.૦ |
PSU બેંક |
૫૩.૧ |
કેપિટલ ગુડ્ઝ |
૪૯.૮ |
ઓટો |
૨૮.૦ |
સૌથી
ખરાબ દેખાવ
સેક્ટર |
વળતર (ટકામાં) |
યુટીલીટી |
– ૪.૩ |
પાવર |
– ૩.૯ |
શેરબજારમાં વળતર
સંવત વર્ષ |
સેન્સેક્સ |
નિફ્ટી |
૨૦૭૦ |
૨૬.૪ |
૨૬.૮ |
૨૦૭૧ |
– ૩.૯ |
– ૨.૭ |
૨૦૭૨ |
૮.૫ |
૧૧.૦ |
૨૦૭૩ |
૧૬.૬ |
૧૮.૨ |
૨૦૭૪ |
૭.૪ |
૩.૧ |
૨૦૭૫ |
૧૧.૬ |
૧૦.૦ |
૨૦૭૬ |
૧૧.૨ |
૯.૮ |
૨૦૭૭ |
૩૭.૬ |
૪૦.૨ |
૨૦૭૮ |
– ૦.૮ |
– ૧.૪ |
૨૦૭૯ |
૯.૩ |
૧૦.૩ |