- RCB દર વર્ષે મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતરે છે
- ચહલે RCBની બોલિંગને ગણાવી “મોયે-મોયે”
- RCB એ પોતાની બોલિંગને મજબૂત બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો
IPL પહેલા ટીમોએ તેમની નબળાઈઓ ભરવા માટે હરાજીમાં ખેલાડીઓ ખરીદ્યા હતા. RCB દર વર્ષે મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતરે છે પરંતુ જીતવામાં અસમર્થ રહે છે. યુઝવેન્દ્ર ચહલે RCB ટીમના બોલિંગ આક્રમણને ટ્રોલ કર્યું હતું. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. એક ગેમિંગ પ્લેટફોર્મનો વીડિયો ચાલી રહ્યો હતો, જ્યાં હોસ્ટે ચહલને RCB સંબંધિત પ્રશ્ન પૂછ્યો હતો. આ પછી ચહલે ટ્રોલિંગમાં જવાબ આપ્યો. આ સાંભળીને હોસ્ટ પણ હસી પડ્યા.
ચહલને RCBની બોલિંગ વિશે પૂછ્યો પ્રશ્ન
ચહલને પૂછ્યું, RCBની બોલિંગ વિશે તમે શું કહેશો? આનો ઉત્સાહ સાથે જવાબ આપતા ચહલે કહ્યું ‘મોયે-મોયે’. આ સિંગલ લાઇન સાથે, ચહલે RCBના બોલિંગ આક્રમણને વ્યાખ્યાયિત કર્યું. હોસ્ટ બોલ્યા, એવું ના બોલો.
RCB એ બોલિંગ મજબૂત કરવાની કરી કોશિશ
આરસીબીએ પોતાની બોલિંગને મજબૂત બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. અલઝારી જોસેફને RCBએ 11 કરોડ રૂપિયાથી વધુની રકમમાં ખરીદ્યો છે. તેના સિવાય RCBએ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને પણ ખરીદ્યો છે. બંને ફાસ્ટ બોલર ટીમમાં છે. યશ દયાલ અને ટોમ કરણ બંને પણ તેની સાથે છે. RCB ફાસ્ટ બોલિંગમાં સારી દેખાઈ રહી છે.
હાલ રાજસ્થાન તરફથી રમે છે ચહલ
ચહલ પોતે પણ RCB ટીમમાં રમી ચૂક્યો છે. બાદમાં તેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. જોકે તેનો જવાબ રમુજી રીતે હતો. તેણે ટ્રોલિંગને એટલી ગંભીરતાથી નથી બતાવ્યું. દર વખતની જેમ આ વખતે પણ આરસીબીની ટીમ મજબૂત દેખાઈ રહી છે.
આરસીબીની પુરી ટીમ
ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, વિશાક વિજય કુમાર, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, રીસ ટોપલે, હિમાંશુ શર્મા, રાજન કુમાર, મયંક ડાગર, કેમેરોન ગ્રીન, અલઝારી જોસેફ, યશ દયાલ, ટોમ કરન, લોકી ફર્ગ્યુસન, સ્વપ્નિલ સિંહ.


