- 22 માર્ચથી આઈપીએલની શરૂઆત
- પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આમને સામને
- ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2023નો ખિતાબ જીત્યો હતો
IPLની નવી સિઝન શરૂ થવામાં બહુ ઓછો સમય બાકી છે. અને તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ફટકો પડી શકે છે. ટીમનો સ્ટાર ખેલાડી ઈજાના કારણે સિઝનની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ શકે છે. સૌ કોઈ જાણે છે તેમ IPL 2024ની પ્રથમ મેચ 22 માર્ચે રમાશે. પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આમને સામને થવાની છે. તમને જણાવી દઈએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2023નો ખિતાબ જીત્યો હતો, ત્યારબાદ હવે CSKની ટીમ ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટાઈટલ બચાવવા માટે મેદાનમાં ઉતરશે.
ડ્વેન કોનવે અંગૂઠાની ઈજાને કારણે બહાર રહેશે
ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી T20 શ્રેણીમાં ન્યૂઝીલેન્ડનો વિકેટકીપર બેટ્સમેન ડ્વેન કોનવે ઈજાગ્રસ્ત થયો હતો. વાસ્તવમાં કોનવેને ફિલ્ડિંગ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી. જેના કારણે તેને ટી20 સીરીઝની એક મેચ અને ટેસ્ટ સીરીઝમાંથી પણ બહાર થવું પડ્યું હતું. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમનાર આ કિવી બેટ્સમેન અંગૂઠાની સર્જરીને કારણે IPL 2024ની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ શકે છે.
જે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ અને ચાહકો માટે મોટો ફટકો છે. ડ્વેન કોનવે ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગ ક્રમમાં એક મહત્વપૂર્ણ કડી માનવામાં આવે છે. કોનવેનું વર્તમાન ફોર્મ પણ ઘણું સારું છે, તેથી તેને પ્રારંભિક મેચોમાંથી બાકાત રાખવું CSK માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્રેક્ટિસ કેમ્પ પણ ગયા અઠવાડિયે શરૂ થયો છે. હવે ધીમે ધીમે CSKના બાકીના ખેલાડીઓ પણ આ પ્રેક્ટિસ કેમ્પમાં જોડાવા જઈ રહ્યા છે.
ડ્વેન કોનવેની આઈપીએલ 2023 ખૂબ જ શાનદાર હતી. ગત સિઝનમાં ડ્વેન કોનવેએ CSKને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. IPL 2023માં કોનવેએ 51.69ની એવરેજથી 672 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 અડધી સદી ફટકારી હતી.


