- પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે રમાશે
- LSG એ લાંસ ક્લૂજનરને પોતાના સહાયક કોચ તરીકે પસંદ કર્યા
- તેઓ મુખ્ય કોચ જસ્ટિન લેંગર અને એસ. શ્રીરામ સાથે મળીને કામ કરશે
ઈન્ડિયન પ્રીમિયર લીગની આવનારી સીઝન એટલે કે આઈપીએલ 2024ની તૈયારીઓ શરૂ થઈ છે. આ મેચ 22 માર્ચથી શરૂ થશે અને પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે રમાશે. આ સાથે લખનઉ સુપર જાયન્ટ્સે તેમની ટીમમાં મોટો ફેરફાર કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
જાણો શું છે ફેરફાર
લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલની આગામી સીઝન માટે દક્ષિણ આફ્રિકાના પૂર્વ હરફનમૌલા ખેલાડી લાંસ ક્લૂજનરને પોતાના સહાયક કોચ તરીકે પસંદ કર્યા છે. તે મુખ્ય કોચ જસ્ટિન લેંગર અને સાથી સહાયક કોચ એસ. શ્રીરામની સાથે મળીને કામ કરશે. ઉલ્લેખનીય છે કે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વર્ષ 2022માં જોડાઈ હતી. બંને ટીમે પ્લેઓફ માટે ક્વોલિફાઈ કર્યું પણ અત્યાર સુધી ખિતાબ જીતી શકી નથી. બંને વાર ટીમ એલિમિનેટરમાં બહાર થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે લાંસ ક્લૂઝનર એલએસજીની દક્ષિણ આફ્રિકી ફ્રેન્ચાઈઝી, ડરબન સુપર જાયન્ટ્સના મુખ્ય કોચ પણ છે.
અનેક ટીમનું કરી ચૂક્યા છે કોચિંગ
પોતાના સમયના દિગ્ગજ ગણાતા 52 વર્ષના લાંસ ક્લૂઝનરે દુનિયાભરની ટીમને કોચિંગ આપ્યું છે. તેમાં દિલ્હી અને ત્રિપુરાની ટીમના સલાહકાર કોચના રૂપમાં પણ કામ કર્યું છે. તે દિલ્હી કેપિટલ્સની સાથે જોડાયેલા રહેવા સિવાય મુંબઈ ઈન્ડિયન્સને માટે પણ બેટ્સમેનના કોચ રહી ચૂક્યા છે. ગયા વર્ષે તેમના કોચિંગ હેઠળ ગુયાના એમેઝોન વોરિયર્સે કેરેબિયન પ્રીમિયર લીગમાં તેમનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે, તેઓ દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેના બેટિંગ કોચ ઉપરાંત અફઘાનિસ્તાનના મુખ્ય કોચ રહી ચૂક્યા છે. ક્લુઝનરે 1996 થી 2004 વચ્ચે દક્ષિણ આફ્રિકા માટે 49 ટેસ્ટ અને 171 ODI મેચ રમી હતી.
લખનઉની ટીમ IPL 2024માં તેના અભિયાનની શરૂઆત 24 માર્ચે જયપુરમાં 2008ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ સામે કરશે. અત્યાર સુધીના શેડ્યૂલ મુજબ લખનઉની ટીમ તેના ઘરે બે મેચ રમશે. પ્રથમ મેચ 30 માર્ચે પંજાબ કિંગ્સ સામે અને બીજી મેચ 7 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામે રમાશે.


