- IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થશે
- પ્રથમ મેચ ચેન્નઈ અને બેંગલોર વચ્ચે રમાશે
- પાકિસ્તાનમાં જોવા મળ્યો RCBનો ક્રેઝ
IPLમાં જો કોઈ ટીમને લઈને સૌથી વધુ ક્રેઝ હોય તો તે RCBની ટીમ છે. RCBએ ભલે આજ સુધી એક પણ IPL ટ્રોફી જીતી ન હોય, પરંતુ આ ટીમ સોશિયલ મીડિયા પર સૌથી વધુ હેડલાઈન્સ મેળવે છે. જે દિવસે RCB ટુર્નામેન્ટમાં મેચ રમે છે, ત્યારે આખું સ્ટેડિયમ RCBના અવાજથી ગુંજી ઉઠે છે. તમે આ વાતનો અંદાજો એ વાત પરથી પણ લગાવી શકો છો કે WPLમાં RCB vs UP વચ્ચેની મેચ દરમિયાન જ્યારે RCB કેપ્ટન સ્મૃતિ મંધાના ટોસ માટે પહોંચી ત્યારે આખું સ્ટેડિયમ RCBના નામથી ગૂંજવા લાગ્યું હતું. આરસીબીના ક્રેઝનું વધુ એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે RCBનો ક્રેઝ પાકિસ્તાન સુપર લીગ (PSL) દરમિયાન પણ જોવા મળ્યો હતો.
સોશિયલ મીડિયા પર RCBનો ક્રેઝ
IPL 2024 22 માર્ચથી શરૂ થવાની છે. પરંતુ સોશિયલ મીડિયા પર આ અંગેનું વાતાવરણ પહેલેથી જ બનવાનું શરૂ થઈ ગયું છે. RCBના ફેન્સ ફરી એકવાર તેમની ટીમને પૂરા ઉત્સાહ સાથે સમર્થન આપવા તૈયાર છે. ભલે વિરાટની ટીમ આજ સુધી એક પણ IPL ટ્રોફી જીતી શકી નથી, પરંતુ આ ટીમના ફેન્સમાં જેટલો ઉત્સાહ અને જોશ જોવા મળે છે તે આશ્ચર્યજનક છે. ભારતમાં IPL અને પાકિસ્તાનમાં PSLનો ક્રેઝ છે. PSL 2024ની સિઝન પાકિસ્તાનમાં ચાલી રહી છે. ગઈ કાલે PSL મેચ દરમિયાન સ્ટેડિયમમાં એક RCB ફેન જોવા મળ્યો હતો. ફેન્સ RCBની જર્સી પહેરીને પોતાની ટીમને સપોર્ટ કરતા જોવા મળ્યો હતો.
RCB ફેન કેમેરામાં કેદ
RCB ટીમનો ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં પરંતુ એવા દેશમાં પણ જોવા મળી રહ્યો છે જ્યાં ખેલાડીઓ IPL પણ રમતા નથી. પાકિસ્તાનમાં PSL મેચ દરમિયાન કેમેરાએ RCBના ફેન પર ફોકસ કર્યું હતું. પછી શું થયું, થોડી જ વારમાં આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. RCBના ચાહકો આ પોસ્ટની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને તેના પર મીમ્સ પણ બનાવી રહ્યા છે. RCBના પ્રશંસક પાકિસ્તાનમાં પોતાની ટીમની જર્સી પહેરીને પોતાની ટીમને સપોર્ટ કરવાના સમાચાર હેડલાઇન્સમાં આવ્યા છે.
RCBની IPL 2024ની પ્રથમ મેચ
BCCIએ IPL 2024 માટે શિડ્યૂલ જાહેર કરી દીધું છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 22 ફેબ્રુઆરીએ રમાશે. ખાસ વાત એ છે કે લીગની પ્રથમ મેચમાં જ RCBના ફેન્સની ભારે ભીડ જોવા મળશે. લીગની પ્રથમ મેચમાં વિરાટ કોહલીની ટીમ RCB અને મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ આમને-સામને જોવા મળશે. આને લઈને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


