હવે ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીના ફેનની લિસ્ટમાં વધુ એક મોટું નામ ઉમેરાયું છે. સુંદર બોલીવુડ એક્ટ્રેસ અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન પણ વિરાટ કોહલીની ફેન બની ગઈ છે.
એક ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ ખુલ્લેઆમ કહ્યું કે તેને વિરાટની અગ્રેશન અને તેનો જુનૂની અંદાજ ખૂબ ગમે છે. તેને કોહલીની પ્રશંસા કરી અને તેને મેદાન પર ‘મેડમેન ફોક્સ્ડ પ્લેયર’ ગણાવ્યો. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાયે શું કહ્યું છે.
ઐશ્વર્યા રાયે વિરાટ કોહલીના કર્યા વખાણ
ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં વિરાટ કોહલીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેને મેદાન પર તેનો જુસ્સો અને હાજરી ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. તેને કહ્યું કે વિરાટનો આ જુસ્સો તેમને બીજાઓથી અલગ બનાવે છે. આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને કોહલીના ફેન તેને ખૂબ શેર કરી રહ્યા છે.
IPLમાં વિરાટનું શાનદાર પ્રદર્શન
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં વિરાટ કોહલી હાલમાં પોતાના જૂના ફોર્મમાં પાછો ફર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી રમતા કોહલીએ અત્યાર સુધીમાં 10 મેચમાં 443 રન બનાવ્યા છે. તેની એવરેજ 63.29 છે અને આ સમયગાળા દરમિયાન તેને છ અડધી સદી પણ ફટકારી છે. તેનો બેસ્ટ સ્કોર 73 રન અણનમ રહ્યો છે.
તે હાલમાં ઓરેન્જ કેપ રેસમાં ટોપ-5માં છે, જે તેના ઉત્તમ ફોર્મનું પરિણામ છે. તેની બેટિંગ કુશળતા અને મેદાન પરનો જુસ્સો ફેન્સને દિવાના બનાવી દે છે.
ઐશ્વર્યાએ વિરાટને ગણાવ્યો પ્રેરણાસ્ત્રોત
ઐશ્વર્યા રાયે વિરાટને આજની યુવા પેઢી માટે પ્રેરણારૂપ ગણાવ્યો. તેને કહ્યું કે કોહલીએ જે રીતે પોતાની રમત અને ફિટનેસ પ્રત્યે સમર્પણ દર્શાવ્યું છે તે પ્રશંસનીય છે. ઐશ્વર્યા માને છે કે ખેલાડી માટે ફક્ત ટેકનિકલી મજબૂત હોવું પૂરતું નથી, તેની પાસે જુસ્સા અને ગુસ્સાનું યોગ્ય સંતુલન હોવું જોઈએ જે વિરાટ કોહલીમાં ભરપૂર છે.
વિરાટ માટે ઐશ્વર્યાનું નિવેદન થયું વાયરલ
આ નિવેદન બહાર આવતાની સાથે જ વિરાટ અને ઐશ્વર્યા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યા. ફેન્સે તેને ‘બોલીવુડ મીટ્સ ક્રિકેટ’ મોમેન્ટ ગણાવ્યું. ઘણા યુઝર્સે લખ્યું કે ઐશ્વર્યા જેવા ગ્લોબલ આઈકોન દ્વારા કોહલીની પ્રશંસા થવી એ એક સંકેત છે કે વિરાટ ફક્ત એક ખેલાડી નથી પણ એક આઈકોન છે.


