અનુષ્કા શર્મા હંમેશા તેના પતિ વિરાટ કોહલીના સપોર્ટમાં ઉભી રહેતી જોવા મળે છે. તે મેચ દરમિયાન સ્ટેડિયમમાં તેને સપોર્ટ કરવા માટે પણ આવે છે. તાજેતરમાં, જ્યારે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, ત્યારે અનુષ્કા પણ વિરાટ સાથે વિજયની ઉજવણી કરતી જોવા મળી હતી. હાલમાં અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ પોસ્ટ કરી છે, જેના કારણે તે ચર્ચામાં આવી છે.
અનુષ્કાએ પોસ્ટમાં લખ્યું છે કે “જે લોકો તમને જાણે છે તેમના મનમાં તમારા વિશે અલગ અલગ વિચાર હોય છે. જે વ્યક્તિને તમે ‘પોતાને’ માનો છો તે ખરેખર તમારા માટે જ છે અને તમને ખરેખર ખબર પણ નથી હોતી કે તે વ્યક્તિ કોણ છે.”
અનુષ્કા શર્માએ પોસ્ટમાં બીજું શું લખ્યું?
અનુષ્કાએ આગળ લખ્યું છે કે “રસ્તા પર તમે જેને મળો છો, જેની સાથે સંબંધ બનાવો છો અથવા જેની સાથે આંખનો સંપર્ક કરો છો તે દરેક વ્યક્તિના મનમાં તમારી એક ઈમેજ બનાવે છે. તમે તમારા માતા-પિતા, ભાઈ-બહેનો માટે એવા નથી જેટલા તમે તમારા કો-વર્કર્સ, પડોશીઓ કે મિત્રો માટે છો. ફેન્સના મનમાં તમારા વિશે હજારો અલગ અલગ વિચારો છે.” છેલ્લે અનુષ્કા શર્માએ લખ્યું છે કે “તમારા દરેક વર્ઝનમાં એક ‘તમે’ છે, અને છતાં તમારા ‘તમે’ ખરેખર એક માણસ નથી.”
વિરાટના ઈન્ટરવ્યુ પછી સામે આવી આ પોસ્ટ
અનુષ્કા શર્માની આ પોસ્ટ વિરાટ કોહલીના ઈન્ટરવ્યુ પછી આવી છે. તાજેતરમાં વિરાટ કોહલીએ ‘રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર’ (RCB)ના ઈનોવેશન લેબ ઈન્ડિયન સ્પોર્ટ્સ સમિટમાં હાજરી આપી હતી, જ્યાં ઈન્ટરવ્યુ દરમિયાન તેને ઘણા રહસ્યો ખોલ્યા અને વિવિધ બાબતો વિશે વાત કરી. તેને ત્યાં એમ પણ કહ્યું કે તેઓ હજુ નિવૃત્તિ લઈ રહ્યા નથી. વિરાટે ઈન્ટરવ્યુમાં બીજી ઘણી બાબતો વિશે વાત કરી છે. ત્યારબાદ જ અનુષ્કાની આ પોસ્ટ બહાર આવી છે. પરંતુ એક્ટ્રેસે આ પોસ્ટ કયા અર્થમાં કરી છે તે સ્પષ્ટ નથી.


