ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. બુમરાહે છેલ્લી મેચમાં પીઠમાં સ્નાયુના ખેંચાણના કારણે બોલિંગ પણ કરી ન હતી. ત્યાર બાદ બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી પણ બહાર રહેવું પડ્યું હતું. હવે IPL 2025માં તેના રમવા અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સનું ટેન્શન થોડું વધી શકે છે. આ દિવસોમાં બુમરાહ રિબાહ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.
બુમરાહની ઈજા અંગે મોટું અપડેટ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહ આઈપીએલ 2025ના પહેલા અને બીજા અઠવાડિયાને મિસ કરી શકે છે. એટલે કે ત્યાં સુધી બુમરાહ સંપૂર્ણપણે ફિટ નહીં થાય. બુમરાહ બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (COE)માં પુનર્વસનમાંથી પસાર થઈ રહ્યો છે. બુમરાહનો મેડિકલ રિપોર્ટ સારો છે. તેણે COE માં બોલિંગ ફરી શરૂ કરી છે. જોકે, આગામી બે સપ્તાહમાં તે IPLમાં વહેલી બોલિંગ કરી શકશે તેવી શક્યતા નથી. બુમરાહ MI માટે પ્રથમ ત્રણ કે ચાર મેચ ગુમાવે તેવી શક્યતા છે.
રિપોર્ટમાં વધુમાં ઉમેર્યું હતું કે “મેડિકલ ટીમ ધીમે ધીમે તેમના વર્કલોડ અને તીવ્રતામાં વધારો કરશે
રિપોર્ટમાં વધુમાં ઉમેર્યું હતું કે “મેડિકલ ટીમ ધીમે ધીમે તેમના વર્કલોડ અને તીવ્રતામાં વધારો કરશે.” “જ્યાં સુધી તે થોડા દિવસો સુધી કોઈપણ સમસ્યા વિના સંપૂર્ણ ઝડપે બોલિંગ કરી શકશે નહીં, ત્યાં સુધી તેને તબીબી ટીમ દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા નથી.”
IPLમાં જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
IPLમાં અત્યાર સુધી જસપ્રીત બુમરાહે 133 મેચ રમી છે. બોલિંગ દરમિયાન તેણે 165 વિકેટ પોતાના નામે કરી છે. IPLમાં તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 10 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે. IPL 2024માં જસપ્રીત બુમરાહે બોલિંગ દરમિયાન 20 વિકેટ લીધી હતી.


