ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં IPL 2025ની બાકીની મેચ પર અલ્પવિરામ મુકવામાં આવ્યુ છે. BCCI બાકી રહેલી મેચ માટે શેડ્યુલ જલદી જ જાહેર કરી શકે છે. ભારતીય બોર્ડ સરકાર તરફથી પરવાનગીની રાહ જોઇ રહ્યુ છે. સુરક્ષાના કારણોસર વિદેશી ખેલાડીઓને તેમના દેશ પરત મોકલવામાં આવ્યા છે. પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે, નવા શેડ્યુલની જાહેરાત બાદ વિદેશી ખેલાડીઓને પરત બોલાવવામાં આવી શકે છે. પરંતુ જે અપડેટ હાલમાં સામે આવ્યા છે. તેને જોતા તમામ ટીમનું ટેન્શન વધી શકે છે.
BCCIએ વધાર્યુ ટીમોનું ટેન્શન !
IPL 2025 સ્થગિત થવાના કારણે BCCIએ જણાવ્યુ છે કે પોતાના દેશ રવાના થઇ ચુકેલા વિદેશી ખેલાડીઓને પરત બોલાવવા પર જોર આપવામાં આવશે નહી. વિદેશી ખેલાડીઓની મરજી હશે તો જ તેઓ બાકીના મેચ માટે પરત ભારત આવી શકે છે. પરંતુ કેટલાક ખેલાડીઓ ટૂર્નામેન્ટની મેચ રમવા માટે પરત આવવા ઇચ્છતા નથી. આ યાદીમાં પ્રથમ નામ મિચેલ સ્ટાર્કનું છે. સ્ટાર્કે જણાવ્યુ છે કે, તેઓ IPL 2025ની બાકી રહેલી મેચ રમવા માટે ભારત પરત ફરશે નહી. સ્ટાર્કની સાથે જોશ હેજલવુડ પણ IPL 2025ની બાકી મેચ રમવા ભારત પરત ફરવા ના પાડી ચુક્યા છે. જોશ હેજલવુડ ખભાની ઇજાના કારણે ઘાયલ છે. મિચેલ સ્ટાર્ક દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ છે. તો આ તરફ, જોશ હેજલવુડ આરસીબી ટીમમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા હતા.
16મી મેથી શરુ થઇ શકે છે નવી સીઝન
IPL 2025ની બાકી મેચ 16મી મેથી ફરી શરુ થઇ શકે છે. BCCI તમામ મેચનું આયોજન ત્રણથી ચાર સ્થળો પર કરાવી શકે છે. ભારતીય બોર્ડ પ્લેઓફ અને ફાઇનલ મેચના વેન્યુ સાથે છેડછાડ નથી કરવા ઇચ્છતું. તો આ તરફ, ફાઇનલ મેચની તારીખમાં ફેરફાર થઇ શકે છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 25ના સ્થાને 30 મેના રોજ રમાઇ શકે છે. IPL 2025ની ફાઇનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાઇ શકે છે.


