ગયા વર્ષે એક મેગા ઓક્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘણી ટીમો બદલાતી જોવા મળી હતી. ટીમોની સાથે આ વખતે ઘણી ટીમોના કેપ્ટન પણ બદલાયા છે. ઋષભ પંત લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બન્યો છે. રજત પાટીદાર આરસીબીની કમાન સંભાળી રહ્યો છે. તેના સિવાય પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પણ આ વખતે બદલાયો છે. વર્તમાન સિઝનના મોટાભાગના કેપ્ટન પરિણીત છે. પરંતુ IPL 2025ના કેટલાક કેપ્ટન એવા છે જેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી.
પંત-અય્યરને જીવનસાથી મળ્યો નથી
ઋષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે મેગા ઓક્શનમાં 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે IPL 2025માં LSGની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પંતનું નામ બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે પણ જોડાયું હતું. પરંતુ આ ભારતીય વિકેટકીપર બેટ્સમેનનું નામ ઈશા નેગી સાથે જોડવામાં આવ્યું છે. પંત અને ઈશા 2015થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ પંતે હજુ સુધી લગ્ન કર્યા નથી.
બીજી તરફ શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સે રૂ. 26.75 કરોડમાં ખરીદ્યો હતો અને તે આ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. અય્યરનું નામ ત્રિશા કુલકર્ણી સાથે ઘણી વખત જોડવામાં આવ્યું છે. પરંતુ બંનેએ હજુ સુધી તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. અય્યર આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે અને તેણે માત્ર 2 મેચમાં 149 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયાનો ‘પ્રિન્સ’ હજુ બેચલર
ટીમ ઈન્ડિયાના પ્રિન્સ અને ગુજરાત ટાઈટન્સના વર્તમાન કેપ્ટન શુભમન ગિલે પણ હજુ સુધી લગ્ન કર્યા નથી. ગિલ હેન્ડસમ, ફીટ અને ગુડ લુકિંગ છે. તેનું નામ સારા અલી ખાન, સારા તેંડુલકર, રિદ્ધિમા પંડિત અને સોનમ બાજવા સાથે પણ જોડવામાં આવ્યું છે. છેલ્લા મહિનાઓથી, અફવાઓ ફેલાઈ રહી છે કે ગિલ હાલમાં અવનીત કૌરને ડેટ કરી રહ્યો છે.


