ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ માટે આઘાતજનક સમાચાર છે. મહેન્દ્ર સિંહ ધોની ઈજાગ્રસ્ત થયો છે. ધોનીએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ચેન્નાઈ માટે શાનદાર ઈનિંગ રમી અને ટીમને વિજય તરફ દોરી ગઈ.
આ મેચ દરમિયાન ધોનીને પગમાં તકલીફ જોવા મળી હતી. મેચ પછી પણ તેને દુખાવો થતો જોવા મળ્યો હતો. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. પરંતુ એમએસ ધોની અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
ચેન્નાઈ તરફથી ધોની સાતમા નંબરે બેટિંગ કરવા આવ્યો. આ દરમિયાન તેને 11 બોલનો સામનો કર્યો અને 26 રન બનાવીને અણનમ રહ્યો. ધોનીની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. CSKની ઈનિંગ્સની છેલ્લી ઓવરો દરમિયાન ધોનીને પગમાં થોડી તકલીફ જોવા મળી હતી. મેચ પછી પણ તે આરામથી ચાલી શકતો ન હતો. ધોનીને અગાઉ પણ પગમાં ઈજા થઈ હતી. આ પછી તે લાંબા સમય સુધી રમી શક્યો નહીં.
મુંબઈ સામે નહીં રમે ધોની?
રવિવારે ચેન્નાઈ અને મુંબઈ વચ્ચેની મેચ રમાશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. ધોની આ મેચમાં રમશે કે નહીં તે તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. પરંતુ હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ધોની અંગે કોઈ અપડેટ આપ્યું નથી. જો ધોની સંપૂર્ણપણે ફિટ નહીં થાય, તો તે આગામી મેચોમાંથી બહાર થઈ શકે છે.
ઈજાને કારણે બહાર થયો ઋતુરાજ ગાયકવાડ
ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે પહેલાથી જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને, CSK એ આયુષ મ્હાત્રેનો ટીમમાં સમાવેશ કર્યો છે. આ સિઝનમાં CSK સતત પાંચ મેચ હારી ગયું છે. પરંતુ તેને લખનૌ સામે સારું પ્રદર્શન કર્યું અને વાપસી કરી.


