IPL 2025 ની 11મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ ગુવાહાટીમાં રમાશે. ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચેની આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ સિઝનમાં ચેન્નાઈની શરૂઆત સારી રહી હતી. તેને પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. પરંતુ આ પછી તેમને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો. જ્યારે રાજસ્થાનને શરૂઆતની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.


