IPL 2025 માં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે હાલમાં એક રોમાંચક મેચ રમાઈ રહી છે. આ મેચમાં એમએસ ધોનીએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેના પહેલા ફક્ત ત્રણ ભારતીય ખેલાડીઓ જ આ સિદ્ધિ હાંસિલ કરી શક્યા છે.
આ મેચમાં એમએસ ધોનીએ પોતાની ઈનિંગનો પહેલી સિક્સર ફટકારતાની સાથે જ T20 ક્રિકેટમાં 350 સિક્સર પૂર્ણ કરી. તે આવું કરનાર ચોથો ભારતીય બન્યો. આ પહેલા રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
એમએસ ધોનીએ રોહિત-વિરાટના ક્લબમાં કરી એન્ટ્રી
જો આપણે T20 ફોર્મેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ભારતીય બેટ્સમેનોની વાત કરીએ, તો રોહિત શર્મા ટોપ પર છે. તેને અત્યાર સુધીમાં 459 મેચમાં 542 છગ્ગા ફટકાર્યા છે. આ લિસ્ટમાં વિરાટ કોહલીનું નામ બીજા સ્થાને છે. વિરાટે તેની T20 કરિયરમાં કુલ 410 મેચ રમી છે જેમાં તેને અત્યાર સુધીમાં 434 છગ્ગા ફટકાર્યા છે.
સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં 321 T20 મેચોમાં 368 છગ્ગા ફટકાર્યા છે અને તે આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. એમએસ ધોની 404 T20 મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરીને લિસ્ટમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. સંજુ સેમસનનું નામ પાંચમા નંબરે છે. તેને અત્યાર સુધીમાં 303 મેચમાં 348 છગ્ગા ફટકાર્યા છે. તે પણ આજે 350 છગ્ગા ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી શકે છે.
IPL 2025માં એમએસ ધોનીનું પ્રદર્શન
IPL 2025ની શરૂઆત પહેલા, એમએસ ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝ દ્વારા અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કરવામાં આવ્યો. જ્યારે સિઝનની મધ્યમાં ઋતુરાજ ગાયકવાડ ઘાયલ થયો, ત્યારે એમએસને ચેન્નાઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો. કેપ્ટન બન્યા પછી પણ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સનું નસીબ બદલી શક્યો નહીં અને તેની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ સિઝનમાં ધોનીના બેટિંગ આંકડાઓની વાત કરીએ તો, તેને અત્યાર સુધીમાં 13 મેચ રમી છે, જેમાં તેને કુલ 182 રન બનાવ્યા છે. આ સિઝનમાં મોટાભાગની મેચોમાં તેને નીચલા ક્રમમાં બેટિંગ કરી છે, જેના માટે તેની ઘણી ટીકા થઈ હતી. કેટલાક પ્રસંગોએ તેને સારી ઈનિંગ્સ રમી હતી પરંતુ તે ટીમને જીત અપાવવામાં સફળ થઈ શક્યો ન હતો.


