ગુજરાત ટાઈટન્સ સામેની ઈનિંગની શરૂઆતથી જ કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરી. તેને આખા મેદાન પર શોટ રમ્યા અને ગુજરાતના બોલરો તેની સામે ટકી શક્યા નહીં. તેને 60 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી અને ત્યારબાદ તેને પોતાનું બેટ ઉંચુ કરીને ફેન્સનું અભિવાદન કર્યું. તેને મેચમાં 65 બોલમાં કુલ 112 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે.
એક જ સમયે ચાર બેટ્સમેન છોડ્યા પાછળ
કેએલ રાહુલે તેની T20 કારકિર્દીની 7મી સદી ફટકારી છે. આ સાથે તેને ભારત માટે T20 ક્રિકેટમાં સદી ફટકારવાના મામલે સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, રુતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલને પાછળ છોડી દીધા છે. આ ચારેય બેટ્સમેનોએ T20 ક્રિકેટમાં કુલ 6-6 સદી ફટકારી છે. વિરાટ કોહલીએ ભારત માટે T20 ક્રિકેટમાં સૌથી વધુ 9 સદી ફટકારી છે.
IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર ચોથો બેટ્સમેન
આ કેએલ રાહુલની આઈપીએલમાં પાંચમી સદી છે. તે IPLમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ચોથા સ્થાને પહોંચી ગયો છે. હવે, વિરાટ કોહલી, જોસ બટલર અને ક્રિસ ગેલે IPLમાં તેના કરતા વધુ સદીઓ ફટકારી છે. વિરાટ કોહલીએ IPLમાં કુલ 8 સદી ફટકારી છે.
2013 થી IPL નો ભાગ
કેએલ રાહુલ 2013થી IPLમાં રમી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં 143 આઈપીએલ મેચોમાં કુલ 5176 રન બનાવ્યા છે, જેમાં પાંચ સદી અને 40 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન, તે RCB, સનરાઈઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ માટે રમી ચૂક્યો છે.
દિલ્હી કેપિટલ્સે બનાવ્યા 199 રન
કેએલ રાહુલની મજબૂત બેટિંગને કારણે દિલ્હી કેપિટલ્સ ટીમે 199 રન બનાવ્યા. તેના સિવાય અભિષેક પોરેલે 30 રન, અક્ષર પટેલે 25 રન અને ટ્રિસ્ટન સ્ટબ્સે 21 રન બનાવ્યા. દિલ્હી કેપિટલ્સના બોલરો સંપૂર્ણપણે બિનઅસરકારક રહ્યા. ટીમ તરફથી અરશદ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા અને સાઈ કિશોરે એક-એક વિકેટ લીધી.


