ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. કુલદીપ IPL 2025 ની ફાઈનલ પછી લગ્ન કરવાનો હતો, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે IPL 2025 ના સસ્પેન્શનને કારણે, તેને તેના લગ્નની તારીખ મુલતવી રાખવી પડી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, 8 મે પછી IPL ની વર્તમાન સીઝન એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. સસ્પેન્શન પછી, 17 મેથી ટુર્નામેન્ટ ફરી શરૂ થઈ ગઈ છે.
સુરેશ રૈનાએ કર્યો મોટો ખુલાસો
મીડિયા રિપોર્ટ મુજબ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું કે કુલદીપ યાદવ ખાનગી રીતે લગ્ન કરવા જઈ રહ્યો છે. કુલદીપની લાઈફ પાર્ટનર કોણ હશે તે હજુ સુધી જાહેર થયું નથી, પરંતુ તેવે પોતાના લગ્નના સમાચાર કોઈથી પણ ખાનગી રાખવાનું સારું કામ કર્યું છે.
30 વર્ષીય કુલદીપ યાદવ ક્યારે અને ક્યાં લગ્ન કરવા જઈ રહ્યા છે તે અંગે પણ આ માહિતી ખાનગી રાખવામાં આવી છે. જો રૈનાએ આ વાતનો ખુલાસો ન કર્યો હોત, તો કુલદીપના લગ્નના સમાચાર લગ્ન પછી જ બહાર આવ્યા હોત. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મોટા ક્રિકેટરો એક્ટ્રેસ સાથે સંબંધોમાં રહ્યા છે અને તેમને પોતાના જીવનસાથી બનાવ્યા છે. પરંતુ કુલદીપે પોતે એક મોટો સંકેત આપ્યો છે કે તેની પત્ની એક્ટ્રેસ નહીં બને.
IPL 2025માં કુલદીપ યાદવનું પ્રદર્શન
IPL 2025 માં કુલદીપ યાદવનું પ્રદર્શન સારું રહ્યું છે. ગુજરાત ટાઈટન્સ સામેની મેચ પહેલા, તેને 12 મેચમાં 12 વિકેટ લીધી છે અને મિચેલ સ્ટાર્ક (18) પછી ટુર્નામેન્ટમાં દિલ્હી માટે બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
એવું કહેવાય છે કે આરસીબીના વર્તમાન કેપ્ટન રજત પાટીદારે પણ IPLને કારણે પોતાના લગ્ન મુલતવી રાખ્યા હતા. તે 2022 માં લગ્ન કરવાનો હતો, પરંતુ તે વર્ષે તેને સીઝનની મધ્યમાં RCB નો કોન્ટ્રાક્ટ મળ્યો. આ તકનો પૂરો લાભ લેવા માટે, તેને પોતાના લગ્નની તારીખ મુલતવી રાખી હતી.


