IPL 2025 માં ડબલ હેડરમાં બીજી મેચ 18 મેના રોજ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હીએ કેએલ રાહુલની સદીના આધારે 199 રન બનાવ્યા હતા.
સાઈ સુદર્શનની સરખામણીમાં કેએલ રાહુલની ઈનિંગ્સ ફિક્કી પડી ગઈ. તેમને વિસ્ફોટક સદી ફટકારીને ગુજરાતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
સાંઈ સુદર્શને મચાવી ધૂમ
દિલ્હી સામે સાઈ સુદર્શને શાનદાર ઈનિંગ રમી. તે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી રહ્યો હતો. દિલ્હી સામે સુદર્શનનું બેટ જોરથી બોલ્યું. તેને 61 બોલમાં 108 રનની અણનમ ઈનિંગ રમી, જેમાં 12 ચોગ્ગા સિવાય 4 છગ્ગાનો સમાવેશ થતો હતો. આ સિવાય શુભમન ગિલે પણ 53 બોલમાં 93 રનની ઈનિંગ રમી હતી. બંનેની વિસ્ફોટક ઈનિંગ્સને કારણે, GT એ મેચ 10 વિકેટથી જીતી લીધી.
IPL સિઝનમાં ભારતીય જોડી દ્વારા સૌથી વધુ પાર્ટનરશિપ
| સદીની પાર્ટનરશિપ | ખેલાડીઓની જોડી | ઈનિંગ |
| 10 | વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ | 76 ઈનિંગ્સ |
| 9 | વિરાટ કોહલી અને ક્રિસ ગેલ | 59 ઈનિંગ્સ |
| 7* | શુભમન ગિલ અને સાઈ સુદર્શન | 30 ઈનિંગ્સ |
| 6 | વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ | 41 ઈનિંગ્સ |
| 6 | શિખર ધવન અને ડેવિડ વોર્નર | 50 ઈનિંગ્સ |
| 5 | કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ | 33 ઈનિંગ્સ |
| 5 | ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો | 25 ઈનિંગ્સ |
| 5 | ગૌતમ ગંભીર અને રોબિન ઉથપ્પા | 48 ઈનિંગ્સ |
ગુજરાતની ઐતિહાસિક જીત
પ્રથમ બેટિંગ કરતા, દિલ્હી કેપિટલ્સે 3 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા. દિલ્હી તરફથી ઓપનર કેએલ રાહુલે અણનમ સદી ફટકારી હતી. તેને 65 બોલમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 112 રનની શાનદાર ઈનિંગ રમી. આ સિવાય અભિષેક પોરેલે 19 બોલમાં 30 રન બનાવ્યા. કેપ્ટન અક્ષર પટેલે 16 બોલમાં 25 રન બનાવ્યા. આ સિવાય ટ્રિસ્ટન સ્ટબ્સે 10 બોલમાં 21 રનની ઈનિંગ રમી. લક્ષ્યનો પીછો કરતી વખતે ગુજરાતને પણ સારી શરૂઆત મળી. ગિલની અડધી સદી અને સાઈ સુદર્શનની સદીના દમ પર ગુજરાતે 19 ઓવરમાં 10 વિકેટથી ઐતિહાસિક જીત મેળવી. 200 રનનો પીછો કરતી વખતે 10 વિકેટે જીત મેળવનારી ગુજરાત પ્રથમ ટીમ બની.


