IPL 2025ની 10મી મેચ 29 માર્ચે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે વિશાખાપટ્ટનમના ડો. વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ સ્ટેડિયમ ખાતે રમાશે. રવિવારે દિવસની આ પહેલી મેચ હશે. બંને ટીમોએ પોતાની પહેલી મેચ જીતી હતી. દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું. પરંતુ સનરાઈઝર્સને તેની બીજી મેચમાં LSG સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિમાં આ મેચમાં જ્યારે હૈદરાબાદની ટીમ જીતના ટ્રેક પર પાછા ફરવા માંગશે, ત્યારે દિલ્હી કેપિટલ્સ પોતાની બીજી જીત નોંધાવવાના ઈરાદા સાથે પ્રવેશ કરશે.


