IPL 2025ની ફાઈનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મંગળવારે લાંબી બેઠક બાદ BCCIએ આ નિર્ણય લીધો. IPL 2025 ની પહેલી ક્વોલિફાયર મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. IPL 2025 ની પહેલી ક્વોલિફાયર મેચ 1 જૂને રમાશે.
ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ અંગે સામે આવ્યું અપડેટ
IPL 2025ની પહેલી ક્વોલિફાયર મેચ 29 મેના રોજ રમાશે. આ મેચ ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાઈ શકે છે. આ સિવાય 30 મેના રોજ રમાનારી એલિમિનેટર મેચનું આયોજન મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢમાં પણ થઈ શકે છે. પરંતુ BCCI દ્વારા હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈએ હવામાનને ધ્યાનમાં રાખીને આ સ્થળોની પસંદગી કરી છે, કારણ કે દેશમાં ધીમે ધીમે વરસાદની ઋતુ શરૂ થઈ રહી છે. આ કારણોસર અમદાવાદની ફાઈનલ માટે પસંદગી કરવામાં આવી છે.
આ ત્રણેય ટીમો પ્લેઓફ માટે થઈ ગઈ છે ક્વોલિફાય
તમને જણાવી દઈએ કે IPL 2025 માં અત્યાર સુધી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. એ પણ પુષ્ટિ થઈ ગઈ છે કે દિલ્હી કેપિટલ્સ અથવા મુંબઈ ઈન્ડિયન્સ ચોથી ટીમ હશે. ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે.


