ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ભારત માટે 32 ટેસ્ટ મેચ રમી ચૂકેલા ગિલ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
શુભમન ગિલ કેપ્ટનશીપ મળવાથી ખૂબ જ ઉત્સાહિત છે અને તેને IPL 2025 માં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. CSK કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
કેપ્ટનશીપ મળતાં ગિલ ખૂબ જ ખુશ
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ દરમિયાન શુભમન ગિલે ટેસ્ટ કેપ્ટનશીપ વિશે કહ્યું કે “ટેસ્ટ કેપ્ટનશીપનો પડકાર મેળવવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. ઈંગ્લેન્ડ સામેની સિરીઝ ખૂબ જ રોમાંચક રહેશે.” રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી, શુભમનનું નામ રેસમાં સૌથી આગળ હતું. પરંતુ એવું માનવામાં આવી રહ્યું હતું કે સિલેક્ટર્સ રિષભ પંત અને જસપ્રીત બુમરાહના નામો પર પણ વિચાર કરી શકે છે.
શુભમન ગિલે અત્યાર સુધીમાં ભારત માટે કુલ 32 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેને 35 ની એવરેજથી 1893 રન બનાવ્યા છે. શુભમન ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં 5 સદી અને 7 અડધી સદી ફટકારી છે.
અમદાવાદમાં શુભમન ગિલનું સન્માન
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ટેસ્ટ કેપ્ટનશીપ પ્રાપ્ત કરવા બદલ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા શુભમન ગિલનું સન્માન કરવામાં આવ્યું હતું. શુભમન ગિલને ફૂલોનો ગુલદસ્તો આપવામાં આવ્યો. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
IPL 2025માં ગુજરાત ટાઈન્સ માટે શાનદાર પ્રદર્શન કરનાર સાઈ સુદર્શનને પણ ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. કરુણ નાયર 8 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં વાપસી કરી છે. અભિમન્યુ ઈશ્વરન અને અર્શદીપ સિંહને પણ 18 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.


