IPL 2025માં 30મે ના રોજ એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આમને-સામને હતી. મુંબઈએ આ મેચ 20 રનથી જીતીને ગુજરાતના સપનાઓ પર પાણી ફેરવી નાખ્યું.
પરંતુ આ મેચમાં ગુજરાતના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ આ છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો. હાર બાદ, જીટીના મુખ્ય કોચ આશિષ નેહરાના પુત્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે ખૂબ રડતો જોવા મળ્યો હતો.
આશિષ નેહરાનો પુત્ર ખૂબ રડ્યો
આ વખતે IPL 2025 માં, ગુજરાત તેના બીજા ખિતાબની આશા રાખતું હતું. પરંતુ મુંબઈએ ગુજરાતના સપના ચકનાચૂર કરી નાખ્યા. છેલ્લી ઓવર સુધી રમાયેલી આ મેચમાં ગુજરાતને હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ આશિષ નેહરાના પુત્રનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખૂબ રડી રહ્યો છે.
તે પોતાના પિતાનું સ્વપ્ન ચકનાચૂર થતું જોઈ શક્યો નહીં અને સ્ટેન્ડમાં રડવા લાગ્યો. આ સમય દરમિયાન, આશિષના મોટા દીકરાએ તેને શાંત પાડ્યો. ગુજરાતે આઈપીએલ 2022 માં તેનું પહેલું ટાઈટલ જીત્યું. તે સમયે ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા હતો. પરંતુ હાર્દિક IPL 2024 માં મુંબઈનો કેપ્ટન બન્યો. આ પરિસ્થિતિમાં, તેને IPL 2025 એલિમિનેટર મેચમાં તેની જૂની ટીમને હરાવી.
આવી હતી મેચની સ્થિતિ
પ્રથમ બેટિંગ કરતા, મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 228 રન બનાવ્યા. ઓપનિંગ બેટ્સમેન તરીકે, રોહિત શર્માએ 50 બોલમાં 81 રનની શાનદાર ઈનિંગ રમી. જ્યારે જોની બેયરસ્ટોએ 22 બોલમાં 47 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતા ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. ગુજરાત માટે સાઈ સુદર્શને સૌથી વધુ રન બનાવ્યા. તેને 49 બોલમાં 80 રનની શાનદાર ઈનિંગ રમી.


