શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગના એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઈટન્સનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. મુલ્લાનપુરમાં યોજાનારી આ મેચ જે કોઈ હારશે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ગુજરાતની ટીમે લીગ તબક્કામાં શાનદાર પ્રદર્શન કર્યું છે, 14 માંથી 9 મેચ જીતી છે. ટીમ ક્વોલિફાયર-1 રમવા માટે મજબૂત દાવેદાર દેખાતી હતી, પરંતુ તેને તેની છેલ્લી બે લીગ મેચ હારી ગઈ, જેના કારણે તેને એલિમિનેટર મેચ રમવી પડી.
મુંબઈની વાત કરીએ તો, તેની શરૂઆત સારી ન હતી, પરંતુ ટીમે ટૂંક સમયમાં જ શાનદાર વાપસી કરી અને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. બંને ટીમોને એલિમિનેટરમાં કેટલાક મહત્વપૂર્ણ ખેલાડીઓની ખોટ સાલશે જેઓ રાષ્ટ્રીય ફરજને કારણે ઘરે પરત ફર્યા છે. ગુજરાત ટાઈટન્સને કાગીસો રબાડા અને જોસ બટલરની ખોટ સાલશે, જ્યારે મુંબઈને રિયાન રિકલ્ટન, વિલ જેક્સ અને કોર્બિન બોશની ખોટ સાલશે.
વરસાદની શક્યતા ખૂબ ઓછી
ચંદીગઢમાં હવામાન થોડું વાદળછાયું રહેશે, જ્યાં વરસાદની શક્યતા 10 ટકા છે. પરંતુ મેચ દરમિયાન ભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે. જો હળવો વરસાદ પડે તો પણ તેની મેચ પર કોઈ અસર થશે નહીં કારણ કે 40 ઓવરની મેચ પૂર્ણ કરવા માટે વધારાનો સમય આપવામાં આવ્યો છે. એક્યૂવેધર મુજબ મુલ્લાનપુરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 39 ડિગ્રી સેલ્સિયસ અને 28 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે.
વરસાદ બનશે તો વિલન કોને થશે ફાયદો?
જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો મુંબઈ ઈન્ડિયન્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. IPLના નિયમો મુજબ જો એલિમિનેટર મેચ રદ્દ થાય છે, તો પોઈન્ટ ટેબલમાં આગળ રહેનાર ટીમ આગામી તબક્કા માટે ક્વોલિફાય થશે. બેંગલુરુએ લીગ સ્ટેજ ટોપ-2 માં સમાપ્ત કર્યું હતું, જ્યારે મુંબઈ ચોથા સ્થાને રહ્યું હતું.
ગુજરાત ટાઈટન્સ ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, કુશલ મેન્ડિસ (વિકેટકીપર), શેરફેન રધરફર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, ગેરાલ્ડ કોએત્ઝી, સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, અનુજ રાવત, મહિપાલ લોમરોર, ઈશાંત શર્મા, વોશિંગ્ટન સુંદર, જયંત યાદવ, દાસુન શનાકા, કરીમ જનાત, કુલવંત ખેજરોલિયા, માનવ સુથાર, કુમાર કુશાગ્ર, ગુરનૂર બ્રાર, નિશાંત સિંધુ.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમ
રોહિત શર્મા, જોની બેયરસ્ટો (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ચરિથ અસલંકા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, અશ્વિની કુમાર, કર્ણ શર્મા, રાજ બાવા, સત્યનારાયણ રાજુ, બેવોન જેકોબ્સ, રોબિન મિંજ, અર્જુન તેંડુલકર, રઘુ શર્મા, ક્રિષ્નન શ્રીજીત, મુજીબ ઉર રહેમાન, રિચર્ડ ગ્લીસન, રીસ ટોપલી.


