IPL 2025 ની પહેલી જ મેચમાં શ્રેયસ ઐયરે ધૂમ મચાવી દીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત સામેની પહેલી જ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટને 42 બોલમાં 97 રનની તોફાની ઈનિંગ રમી.
શ્રેયસની શાનદાર ઈનિંગ્સ સામે ગુજરાતનું બોલિંગ આક્રમણ મજાક બની ગયું. ઐયરે જ્યારે પણ ઈચ્છા થઈ, જ્યાં પણ ઈચ્છા થઈ અને ગમે તે રીતે મેદાનના ચારેય ખૂણામાં એક પછી એક શાનદાર શોટ માર્યા. પરંતુ ઐયર પોતાની સદી પૂર્ણ કરી શક્યો ન હતો, પરંતુ તેની ઈનિંગ દરમિયાન તેને 230 ના સ્ટ્રાઈક રેટથી રમ્યો અને 5 ચોગ્ગા અને 9 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા.
શ્રેયસનું આવ્યું તોફાન
ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, પંજાબ કિંગ્સની શરૂઆત સારી રહી ન હતી. પ્રભસિમરન સિંહ માત્ર 5 રન બનાવીને આઉટ થયો. પરંતુ કેપ્ટન શ્રેયસ ઐયરે જવાબદારી સંભાળી અને ગુજરાતના બોલિંગ આક્રમણ સામે ધૂમ મચાવી દીધી. શ્રેયસે પ્રિયાંશ આર્ય સાથે મળીને બીજી વિકેટ માટે અડધી સદીની પાર્ટનરશિપ કરી. ઐયરે એક છેડો પકડી રાખ્યો અને અંત સુધી ઊભો રહ્યો અને 42 બોલમાં 97 રનની અણનમ ઈનિંગ રમી. 230 ના સ્ટ્રાઇક રેટથી રમતા, પંજાબના કેપ્ટને તેની ઈનિંગ્સમાં 5 ચોગ્ગા અને 9 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા.
સદી પૂર્ણ કરી શક્યો નહીં શ્રેયસ
શ્રેયસ ઐય્યર પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં. અંતિમ ઓવરમાં શશાંક સિંહ સ્ટ્રાઈક પર હતા અને તેને મોહમ્મદ સિરાજના છ બોલમાંથી પાંચ બોલ બાઉન્ડ્રી લાઈન પર ફટકાર્યા. શશાંકે છેલ્લી ઓવરમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા. શશાંકે માત્ર 16 બોલમાં 44 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. શશાંકે પોતાની ઈનિંગ દરમિયાન 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. પ્રિયાંશ આર્યએ 23 બોલમાં 47 રન બનાવ્યા, જેના કારણે પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર 243 રન બનાવ્યા.
પંજાબ કિંગ્સ ઈનિંગ્સ
પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 243 રન બનાવ્યા. ઐયરે માત્ર 42 બોલમાં 97 રનની ઈનિંગ રમી. તેના બેટમાંથી 9 છગ્ગા લાગ્યા. તેમના સિવાય શશાંક સિંહે માત્ર 16 બોલમાં 44 રન બનાવ્યા. પ્રિયાંશ આર્યએ પણ 23 બોલમાં 47 રન બનાવ્યા. ગુજરાતના બોલરો ખૂબ મોંઘા સાબિત થયા. સિરાજે 4 ઓવરમાં 54 રન આપ્યા. રાશિદ ખાને 4 ઓવરમાં 48 રન આપ્યા. પ્રસિદ્ધ કૃષ્ણાની 3 ઓવરમાં 41 રન બન્યા. અરશદ ખાને એક ઓવરમાં 21 રન આપ્યા. રબાડાએ 41 રન આપ્યા. ફક્ત સાઈ કિશોરે 4 ઓવરમાં માત્ર 30 રન આપીને 3 વિકેટ લીધી.


